Mon,09 December 2024,12:41 pm
Print
header

ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોનું કમલમમાં તિલક કરીને કરાયું સ્વાગત, હાર્દિક અને અલ્પેશે કહી આ વાત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા 156 ધારાસભ્યો આજે કમલમ પહોંચ્યાં હતા. અનેક ધારાસભ્યોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કમલમ પહોંચ્યાં હતા. વિરમગામથી જીતનાર હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીતનારા અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરી હતી.

અલ્પેશ ઠાકોરે કહ્યું, હું નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને પાટીલનો આભાર માનું છું, જેમણે મને ગાંધીનગર દક્ષિણમાંથી ઉમેદવાર બનાવ્યો હતો, મારા ભવ્ય વિજય બદલ હું જનતાનો આભાર માનું છું. વિકાસની રાજનીતિ માટે લોકો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે, હું તેમનો આભાર માનું છું

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું, ફરી એકવાર ભાજપે સરકાર બનાવી છે, આગામી 5-10 વર્ષમાં ગુજરાત કેવી રીતે મજબૂત બને છે અને આગળ વધે છે, તે જોવાનું છે. મને ખબર નથી, મેં શરૂઆતથી જ માત્ર સૈનિકની ભૂમિકા ભજવી છે. પાર્ટી મને જે પણ ભૂમિકા સોંપશે તે હું સ્વીકારીશ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch