મોડાસાઃ ગુજરાતમાં ભાજપ નેતાના પુત્રની વધુ એક દાદાગીરી સામે આવી છે. મોડાસામાં ભાજપ નેતાના પુત્રનો વીડિયો વાયરલ થયો છે.જેમાં અંગત અદાવતમાં એક યુવકને ફટકાર્યો છે. બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર્યો હોવાના આરોપ છે, આ ઘટનાની અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પૌત્રને માર મારનાર ઇસમોને શોધીને કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમારે મારામારી કરી હતી. પૌત્રને માર મારનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે મંત્રી પુત્રોએ જાતે જઇને મારામારી કરી હતી.
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ-અલગ ઘટના સામે આવતાં ચકચાર મચી છે. પહેલી ઘટનામાં મંત્રીના પૌત્ર પર હુમલો થયો હતો, જ્યારે બીજી ઘટનામાં મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કર્યો હતો. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક યુવકે સાઇડ આપવા બાબતે મંત્રીના પૌત્ર સાથે બબાલ કરીને તેને માર માર્યો હતો. હાલ આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો. દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. જો કે આ બબાલ ગંભીર બનતાં રિક્ષાચાલક યુવાને મંત્રીના પૌત્ર પર જાહેરમાં હુમલો કરી દીધો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ધીરે ધીરે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રિક્ષાચાલકે મંત્રીના પૌત્રને ફટકાર્યો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ મંત્રીના પુત્રને થતાં તેના બંને પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહ પોતાના દીકરા પર હુમલો કરનારી વ્યક્તિને શોધીને હુમલો કરે છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બીજા વીડિયોમાં બે વ્યક્તિ સ્કૂટી પર જતી હોય છે. દરમિયાન મંત્રીના બંને પુત્ર અને અન્ય કેટલાક લોકો મળીને આ યુવકને રોકે છે. એ બાદ અચાનક સ્કૂટીચાલક યુવકને વાળ પકડીને બે-ત્રણ ફડાકા ઝીંકી દે છે, તેને સ્કૂટી પરથી નીચે ઉતારી માર મારવા લાગે છે, જેમાં એક વ્યક્તિ તેની ટીશર્ટ પકડી રાખે છે, તો અન્ય એક વ્યક્તિ લાકડી વડે તેને ફટકારે છે. આ બંને વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા મંત્રીના પુત્રો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
Fact check: લેબનોનમાં થયેલા વિસ્ફોટના વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે | 2025-06-17 09:50:15
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
હું થાકી ગયો છું હવે કોઇ રસ્તો નથી....મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની,પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યું | 2025-06-08 17:47:51