Tue,26 September 2023,3:55 am
Print
header

સ્વામિનારાયણ સંત સામે ભાજપ નેતાઓ આવ્યાં મેદાનમાં, દિલીપ સંઘાણી, સાંસદ રમેશ ધડૂકે આપ્યું મોટું નિવેદન

લેઉઆ પટેલ સમાજમાં રોષ વ્યાપો, મા ખોડલ પર વિવાદીત ટિપ્પણી

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદીત નિવેદનોવાળો વીડિયો વાયરલ થતાં સનાત ધર્મના સંતો અને ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ ખોડિયાર માતાજી પર આપેલા નિવેદન બાદ ખોડલધામ આકરા પાણીએ થતાં ચેતવણી ઉચ્ચારી છે. આ મામલે ભાજપના નેતાઓ પણ સામે આવ્યાં છે. ભાજપ નેતા દિલીપ સંઘાણી અને પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે મોટું નિવેદન આપ્યું છે.

રમેશ ધડૂકે કહ્યું કે બધા ધર્મ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય તો તેમાં ક્યાંય રાજકારણ લાવવું ન જોઈએ. તેમાં ખોટા વિવાદો ઊભા કરવા ન જોઈએ. સ્વામિનારાયણ ધર્મ છે,વૈષ્ણવ ધર્મ છે બધા પોત-પોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય છે, ભગવાનને માનતા હોય પરંતુ તેમાં તમે જો રાજકારણ લઈને આવો તો કોઈપણ ધર્મની લાગણી દુભાય.કોઈની લાગણી દુભાય તેવા નિવેદનો કોઇએ કરવા જોઈએ નહીં.દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે.કોઈ પણ હરી ભક્તની લાગણી દુભાઈ તેવું કાર્ય ન થવું જોઈએ.અંબાજી કે ખોડીયાર માતાજીને માનતા હોય તે તેની લાગણી છે. કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ.

અમરેલી ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું, ધર્મ કોઈનું દિલ ન દુભાવે, સૌના કલ્યાણના ઉત્કર્ષ માટે કામ કરે તે ધર્મ. બાકી માનવ સર્જિત વિવાદો છે.માનવ સર્જીત વિવાદોમાં ટીકા ટિપ્પણી કરે તે ધર્મ ન કહેવાય. કોઈ ધર્મ એવો ન હોવો જોઈએ કે કોઈનું દિલ દુભાવે.

સ્વામિનારાયણના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી એક વીડિયોમાં બોલે છે કે,ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. જોબનપગીના કુળદેવી ખોડિયાર માં છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યાં. આ નિવેદન બાદ ભક્તો અને પાટીદાર સમાજમાં રોષ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch