માલાણીએ પેકેજને ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું
પૂર્વ સાંસદ કાછડીયાના ખાસ છે માલાણી
અમરેલીઃ રાજ્યમાં દિવાળી પર પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જે ઘણું ઓછું છે, જેને લઇને ખેડૂતો નારાજ છે, બીજી તરફ અમરેલી ભાજપના નેતાએ રાજીનામું આપી દીધું છે.
સાવરકુંડલા ભાજપ નેતા અને પૂર્વ મહામંત્રી તેમજ APMCના ડાયરેક્ટર ચેતન માલાણીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ચેતન માલાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મજાક સમાન છે, તે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન નથી લાવી શકતું.
ચેતન માલાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોના દુઃખને સમજી શકી નથી. આ 10 હજાર કરોડનું પેકેજ દેખાવ પૂરતું છે. એક વિઘા જમીનમાં ખેડૂતોનો સરેરાશ ખર્ચ 15 હજાર રૂપિયા છે, તો પછી આ પેકેજ કેવી રીતે પૂરતું ગણાય ? કારણ કે બે હેકટરની મર્યાદામાં હેક્ટરે 22 હજાર રૂપિયાની સહાય જ જાહેર કરાઇ છે. આ માત્ર કાગળ પરના આંકડાઓની રમત છે. પાર્ટી છોડ્યાં બાદ પણ ચેતન માલાણીએ સ્પષ્ટ કર્યું કે તેમની લડત હવે પણ ખેડૂતોના હિત માટે જ રહેશે.
તેમને કહ્યું કે મારું ધ્યેય કોઈ રાજકીય પદ નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવીશ. સરકારને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ સમજવી પડશે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચેતન માલાણી પર હુમલો થયો હતો.
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
રાજકોટની સનસનીખેજ ઘટના, વિદેશ જવા માટે દીકરાએ પિતાની જ કરાવી હત્યા | 2025-12-12 09:59:52
આટકોટ દુષ્કર્મ કેસ: પોલીસે નરાધમને પગમાં ગોળી મારી, આરોપી રામસિંહે કહ્યું - મારાથી ભૂલ થઈ ગઈ | 2025-12-11 19:15:44
રાજકુમાર જાટ કેસ: આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો | 2025-12-11 19:08:02
ગુજરાતમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના, 6 વર્ષની બાળકી પર ક્રૂરતા આચરી, ગુપ્ત ભાગમાં સળિયો ઘુસાડ્યો | 2025-12-10 09:04:34