Tue,26 September 2023,4:00 am
Print
header

ફોટો સેશન વખતે ગુજરાતના રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી- Gujarat Post

નવી દિલ્હીઃ આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યાં હતા. સાંસદોનું ફોટો સેશન ચાલી રહ્યું હતું. ત્યારે ગુજરાતના ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક બેભાન થઈ ગયા હતા, જો કે થોડા સમય બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા હતા. નરહરિ અમીનની તબિયત ખરાબ થતાં થોડીવાર માટે સાંસદોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું

વર્ષો પછી દેશને મળ્યું નવું સંસદ ભવન

હવેથી નવી સંસદમાં થશે બધી બેઠકો

આજથી સંસદના નવા ભવનમાં કામકાજ શરુ થઈ જશે અને લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 કલાકે તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરુ થશે. નવા સંસદ ભવનની શરુઆતની તૈયારી પુરી થઈ ગઈ છે અને આ ભવનમાં કુલ 1280 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch