Tue,23 April 2024,8:56 pm
Print
header

મંત્રી પદ છીનવાયા પછી BJP સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો ફેસબુક પર શું કરી પોસ્ટ ?

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવ્યાં છે. ભાજપના સાસંદે અને પૂર્વ કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. ફેસબુકના માધ્યમ થકી રાજકારણમાંથી અલવિદાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે એક ટવીટ પણ કર્યું છે. ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજકારણ છોડી દીધું, તેમના ફેસબુક પેજ દ્વારા જાહેરાત કરી. તેમણે ટ્વીટમાં કંઇક આવું લખ્યું છે. અલવિદા. હું કોઈ રાજકીય પક્ષમાં નથી જઈ રહ્યો. ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈ (એમ) કોઈએ મને બોલાવ્યો નથી, હું ક્યાંય જતો નથી. સામાજિક કાર્ય કરવા માટે કોઈએ રાજકારણમાં હોવું જરૂરી નથી.

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા બાબુલ સુપ્રિયો મોદી સરકારના મંત્રીઓમાં સામેલ હતા બાદમાં તેમને રાજીનામું આપવું પડ્યું હતુ, રાજીનામા બાદ તેમણે કહ્યું કે હું ખરેખર દુખી છું. બાબુલ સુપ્રિયોએ કેબિનેટ વિસ્તરણ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાનું દુખ શેર કર્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch