શામળાજીઃ સ્કૂલમાં બાળકોને રમત ગમત અને આરોગ્ય પ્રત્યે કરાયા જાગૃત
અરવલ્લીઃ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે જેમાં જુદા જુદા કાર્યક્રમો હેઠળ હવે રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે પણ પ્રયાસ કરાઇ રહ્યાં છે વિદ્યાર્થીઓ આરોગ્ય અને રમત ગમત પ્રત્યે જાગૃત થાય તે માટે કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે આજે અરવલ્લીના શામળાજીના ખેરંચામાં આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નું આયોજન કરાયું હતુ, કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહન આપ્યું હતુ, અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગ અને રમત ગમતને લઇને અનેક વખત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી ચુક્યાં છે અને હવે તેમના આ કામને ગુજરાતમાં આગળ વધારવામાં આવી રહ્યું છે.
#AzadiKaAmritMahotsav અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ નું આયોજન માન. કુલપતિશ્રી ડૉ. અર્જુનસિંહ રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ - ખેરંચા ( શામળાજી ) ખાતે યોજવા માં આવ્યું હતું. જે પ્રસંગે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ના આચાર્યશ્રી હાર્દિક જોશી. 1/2 pic.twitter.com/IVWEH0rBa7
— Dr Arjunsinh Rana (@DrArjunsinhRana) September 7, 2021
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે હાજરી આપી હતી, સ્કૂલના આચાર્ય હાર્દિક જોષી, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન રાજન પ્રણામી, યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કુણાલ દેસાઇ, શાળાના સ્પોર્ટસ કોચ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અરવલ્લી વોલન્ટીયર્સ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં ખાસ કરીને ડો.અર્જુનસિંહ રાણાએ બાળકો સાથે સ્પોર્ટસને લઇને ચર્ચા કરી હતી અને તેઓ રમત ગમત તથા આરોગ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે પ્રોત્સાહન આપ્યું હતુ. ડો. અર્જુનસિંહ રાણા નોડલ ઓફિસર અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, તેઓ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફિઝીયો પણ રહી ચુક્યાં છે.
આગામી દિવસોમાં અન્ય સ્કૂલોમાં પણ આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે. જેથી યુવાઓ ઓલ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઇને દેશનું નામ રોશન કરે, હાલમાં જ ટોકયો ઓલ્પિકમાં ભારતે અનેક મેડલ મેળવીને દુનિયામા દેશનું નામ રોશન કર્યું છે જેમાં ગુજરાતના ખેલાડીએ પણ મેડલ મેળવ્યાં છે જેથી આગામી પેઢી પણ આવી રીતે જ વિશ્વમાં ભારતનું નામ રોશન કરે તેવા પ્રયાસ અત્યારથી થઇ રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29