Fri,19 April 2024,6:58 pm
Print
header

ક્રિકેટમાં કોરોનાનો કહેર, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર થયો કોરોનાથી સંક્રમિત - Gujarat Post

(ગ્લેન મેક્સવેલની ફાઇલ તસવીર)

ક્રિકેટમાં કોરોનાનો કહેર

વધુ એક સ્ટાર ખેલાડી આવ્યો કોરોનાની ઝપેટમાં

સિડનીઃ ક્રિકેટના મેદાન પર કોરોનાનો (coronavirus) ખતરો સતત તોળાઈ રહ્યો છે બુધવારે ફરીથી ઓસ્ટ્રેલિયા (cricket australoa) સાથે જોડાયેલી ખબર સામે આવી છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (glenn maxwell) કોરોના પોઝિટિવ થયો છે. હાલ તે બિગ બેશ લીગમાં (BBL) રમી રહ્યો છે.

બિગ બેશ લીગની ટીમ મેલબર્ન સ્ટાર્સે (Melbourne stars) કન્ફર્મ કર્યુ છે કે ગ્લેન મેક્સવેલને કોરોના થયો છે. સોમવારે રાત્રે તેનો એન્ટીજન ટેસ્ટ કરાયો હતો.જે બાદ પોઝિટિવ આવ્યો છે. હાલ ગ્લેન મેક્સવેલ આઇસોલેશનમાં છે.તેનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ થયો છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. મેક્સવેલ આઈપીએલમાં હાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમે છે. પહેલા તે પંજાબ કિગ્સ ઇલેવન તરફથી રમતો હતો.

ભારતના પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તે ઘરમાં આઇસોલેટ થઈ ગયો છે. તેણે પશ્ચિમ બંગાળ સરકારમાં પૂર્વ પ્રધાન છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું કે મને હાલમાં તાવ છે હું ડોક્ટરની સલાહને અનુસરી રહ્યો છું. મારા પરિવારના અન્ય સભ્યો સ્વસ્થ છે. લક્ષ્મી રતન શુક્લા બંગાળની રણજી ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. આ પહેલા ભારતનો પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch