સીડનીઃ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ચીની સરકારને ટ્વિટર પરથી 'ફેક ફોટો' હટાવી દેવા કહ્યું છે, જેમાં એક ઓસ્ટ્રેલિયન સૈનિક અફઘાનિસ્તાનનાં બાળકની હત્યા કરતો બતાવવામાં આવ્યો છે.
શું છે મામલો ?
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે આ તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ તસવીર શેર કરતાં લખ્યું છે કે, "ઓસ્ટ્રેલિયન સૈનિકોના હાથે અફઘાન નાગરિકો અને કેદીઓની હત્યાથી હું ચોંકી ગયો છું." ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચેનો આ ઝઘડો બંને દેશો વચ્ચે વધતા તણાવની નિશાની છે.
કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે તકરાર
ચીન ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર તકરાર ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારીના ઉત્પત્તિની તપાસની માંગ કરી હતી, જેના કારણે ચીન ભારે નારાજ થઈ ગયું હતું. હોંગકોંગ અંગે ચીનના વલણની પણ ઓસ્ટ્રેલિયાએ ટીકા કરી છે. આ પછી, ચીને ઓસ્ટ્રેલિયા પર દબાણ લાવવાના હેતુથી ત્યાંની અનેક ચીજોની આયાત અટકાવી દીધી અથવા તેમની પર ભારે ટેક્સ લાદી દીધો.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની પ્રતિક્રિયા
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનને માફી માંગવાનું કહ્યું હતું. તેમણે ટ્વીટર પરથી આ પોસ્ટ હટાવવાની માંગ પણ કરી છે. મોરિસને કહ્યું, આ ખૂબ વાંધાજનક છે અને કોઈ પણ આધાર પર તેનો બચાવ કરી શકાય તેમ નથી. ચીનની સરકારને આ ઘૃણાસ્પદ પોસ્ટથી શરમ આવવી જોઈએ. આ ઘટના સમગ્ર વિશ્વની સામે તેમની વાસ્તવિકતા પ્રગટ કરે છે.આ એક બનાવટી તસવીર છે અને અમારી સેના અને છેલ્લા 100 વર્ષથી આ યુનિફોર્મમાં દેશની સેવા કરનારા તમામ લોકોનું અપમાન છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44