Sun,16 November 2025,5:56 am
Print
header

પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો, 6 આતંકીઓ ઠાર, 3 પોલીસકર્મીઓનાં મોત

  • Published By dilip patel
  • 2025-10-11 10:51:22
  • /

પાકિસ્તાનમાં હુમલાનો સિલસિલો નથી અટકી રહ્યો

લાહોર: પાકિસ્તાનના ખૈબર પખતૂનખાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં આતંકીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર આત્મઘાતી હુમલો કર્યો હતો.  અથડામણમાં છ આતંકીઓ માર્યા ગયા હતા,જ્યારે ત્રણ પોલીસ કર્મીઓના પણ મોત થયા છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, આ હુમલો પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક વળતો જવાબ આપીને તેમને ઠાર માર્યા હતા. પોલીસે માહિતી આપી હતી કે ડેરા ઈસ્માઈલ ખાનના ડીપીઓ (જિલ્લા પોલીસ અધિકારી) ની આગેવાની હેઠળ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં TTP ના હુમલાઓમાં વધારો થયો છે.બીજી તરફ, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં વધતી કડવાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch