Sat,13 June 2026,1:58 pm
Print
header

ED ની ટીમ પર મોટો હુમલો, અધિકારીઓએ ભાગવું પડ્યું

  • Published By Panna Patel
  • 2026-05-27 16:46:41
  • /

કેરલમના પૂર્વ સીએમ પિનારાઇ વિજયનના સમર્થકોની કરતૂત

તિરુવનંતપુરમમાં પ્રદર્શનકારીઓએ EDની ગાડી પર પથ્થરો માર્યા, કાચ તોડી નાખ્યાં 

વિજયન અને ધારાસભ્ય મોહમ્મદ રિયાસના ઘરો પર ED ના દરોડાનો વિરોધ 

કેરલમઃ પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા પિનરાઈ વિજયન, તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા કરવામાં આવેલા દરોડાને પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

કન્નૂર અને તિરુવનંતપુરમ સ્થિત પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર જ્યારે ઇડીની કાર્યવાહી પૂર્ણ થઈ, ત્યારે ત્યાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સીપીઆઇ(એમ) ના કાર્યકર્તાઓએ ઇડીની ટીમનો વિરોધ કર્યો હતો, અને કારના કાચ તોડી નાખ્યાં હતા, અહીં ભારે પથ્થરમારો થયો હતો, જો કે પોલીસે સ્થિતી પર કાબૂ મેળવીને તોફાનીઓની અટકાયત કરી હતી.

નોધનિય છે કે એક મની લોન્ડરિંગના કેસ મામલે ઇડીએ આ રાજનેતાઓ પર કાયદાનો સકંજો કસ્યો છે. જે મામલે હવે રાજકીય વિરોધ શરૂ થયો છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch