Wed,16 September 2026,3:53 pm
Print
header

નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો

  • Published By
  • 2026-08-13 16:46:20
  • /
  • હાથમાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
  • ફડવણીસે તપાસના આદેશ આપ્યાં
  • અગાઉ પણ બાદલ પર થઈ ચૂક્યો છે જીવલેણ હુમલો

નાંદેડ: શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નાંદેડમાં હુમલો થયો હતો. નાંદેડના એક ગુરુદ્વારામાં નિહંગ દ્વારા બાદલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના હાથમાં ઈજા પહોંચી છે અને તેમને યશોમતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નાંદેડ પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે, બાદલ પર ગુરુદ્વારા નજીક હુમલો થયો હતો, ત્યા રબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બાદલ એક બિલ્ડિંગની અંદર જતા જોવા મળી રહ્યાં છે અને તેમના જમણા હાથ પર કપડું બાંધેલું દેખાય છે. આ હુમલો નાંદેડના ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં થયો હતો. માહિતી અનુસાર, બાદલના એક સુરક્ષાકર્મી સંતોષ કેન્દ્રે પણ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતીમાં સુખબીર બાદલ પર કૃપાણ વડે હુમલો થયો હોવાની વાત સામે આવી છે.

આ ઘટના બની તે પહેલાં જ દિવસ દરમિયાન સુખબીર બાદલ તેમના પત્ની અને અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલ સાથે નાંદેડના તખ્ત શ્રી હજૂર સાહિબ દર્શનાર્થે ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હુમલાની આ ઘટના અંગે નાંદેડના પોલીસ અધિક્ષક પાસેથી માહિતી માંગી છે. મુખ્યમંત્રી કાર્યાલયે પુષ્ટિ કરી છે કે આ મામલે એક વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને હુમલા પાછળના હેતુની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સુખબીર સિંહ બાદલ પર આ પ્રકારનો હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. ડિસેમ્બર 2024માં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ બહાર પણ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. તે સમયે તેઓ ધાર્મિક સજાના ભાગરૂપે પહેરેદાર તરીકે સેવા આપી રહ્યાં હતા. ત્યારે નારાયણ સિંહ ચૌડા નામના વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવી હતી, જેમાં તેઓ આબાદ બચાવ પામ્યા હતા અને હુમલાખોરને તરત જ પકડી લેવામાં આવ્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch