વરરાજા માટે શણગારેલ કારના કાચ પણ તોડી નાંખ્યા
ચૂંટણી મનદુઃખમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું
ભરૂચઃ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ગામમાં લગ્નમાં બે ગામના યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા ભાજપ શાસિત નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ તેમના પત્ની, પુત્ર અને પુત્રી પર ભાજપના જ કાર્યકર અને સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. નલીયા ગામમાં રહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ શનાભાઇ તડવીએ તિલકવાડામાં રહેતા ભાજપના કાર્યકર અરુણ ચંદુભાઇ તડવી, અર્જુન ગણપત તડવી, રશિક ગણપત તડવી, રજનીકાંત ઉર્ફે છોટીયો તેમજ અન્ય 10 શખ્સો સામે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે દોઢ વર્ષ પહેલાં મારી તેમજ અરુણ તડવી વચ્ચે ચૂંટણી મુદ્દે મનદુઃખ થયું હતું જે મનમાં રાખીને હુમલો કરવામાં આ્વ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યું કે મોટાભાવપુરા ગામે હું તેમજ પરિવારના સભ્યો લગ્નમાં હાજરી આપવા ગયા હતા ત્યારે વરઘોડામાં નાચવા મુદ્દે ગણશીડા તેમજ ભાવપુરા ગામના યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી હું તેમજ અન્ય લોકો તેઓને સમજાવવા માટે ગયા હતાં. તે વખતે ત્યાં હાજર અરુણ તડવીના ભાઇ મનોજે ઝપાઝપી કરી ગુસ્સામાં તને જોઇ લઇશ તેમ કહી તેના ભાઇ અરુણને બોલાવ્યો હતો. બાદમાં અરુણ તેના સાગરીતોને લઇને સ્થળ પર આવ્યો હતો અને અરુણે મને ચપ્પુ પેટમાં મારતા હું નમી જતા માથામાં ચપ્પુ વાગ્યું હતું જ્યારે કડું મારતા મારા દાંત તોડી નાંખ્યા હતા અને કાનમાં પણ ઇજા પહોંચાડી હતી.
આ વખતે હુમલાખોરોએ મારા પુત્ર ચિરાગને માથામાં કડું મારી ગંભીર ઇજાઓ કરી હતી. જ્યારે મારા પત્ની અને પુત્રીને તમાચા માર્યા હતાં એટલું જ નહી પરંતુ મારી પુત્રીના કપડાં પણ ફાડી નાંખ્યા હતાં. હુમલાખોરોએ વરરાજા માટે શણગારેલી મારી અર્ટિંગા કારનો કાચ પણ તોડી નાંખ્યો હતો. ઉપરોક્ત બનાવના પગલે તિલકવાડા તેમજ જિલ્લા એલસીબીનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત જિલ્લા પંચાયતના પ્રમુખને સારવાર માટે ડભોઇ અને બાદમાં વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાજપ નેતાના પરિવાર પર થયેલા હુમલાથી ચકચાર મચી ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post | 2025-03-26 20:26:46
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10