Mon,09 December 2024,1:43 pm
Print
header

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પેસેન્જર વાહન પર હુમલો, 39 લોકોનાં મોત- Gujarat Post

રાષ્ટ્રપતિ ઝરદારીએ હુમલાની નિંદા કરી, મૃતકોમાં છ મહિલાઓ પણ સામેલ

લાહોર: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં શિયા મુસ્લિમોને લઈ જતા પેસેન્જર વાહન પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 39 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 6 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. તાજેતરના વર્ષોમાં આ સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. પોલીસે આ માહિતી આપી હતી

આ હુમલો કુર્રમ જિલ્લામાં થયો હતો, જે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો ભાગ છે. તાજેતરમાં આ જિલ્લામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક ઘર્ષણ વધ્યું છે. પોલીસના જણાવ્યાં અનુસાર, હુમલાખોરોએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો હતો, મૃતકો પારાચિનારથી પેશાવર તરફ જઈ રહ્યાં હતા. પોલીસ અધિકારી અઝમત અલીએ જણાવ્યું કે મૃતકોમાં 6 મહિલાઓ સામેલ છે અને 10 મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની નિંદા કરી છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ હુમલા માટે જવાબદાર આતંકીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch