Wed,24 April 2024,3:50 am
Print
header

ઇલેક્ટ્રીક સ્કુટર બજારમાં આવતા ગ્રાહકોને પેટ્રોલ કરતા સસ્તા વિકલ્પ મળશે

ચૈન્નાઇ આઇઆઇટીના બે એલ્યુમીએ  સંશોધન બાદ બનાવ્યું ઇલેક્ટ્રીક સ્કુટર

ચેન્નઇઃ હવે લિટર પેટ્રોલ (petrol)નો ભાવ 80 રુપિયા ઉપર પહોંચી ગયો છે. આવનારા સમયમાં તે 100 રુપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય માણસને પેટ્રોલ સ્કુટર પોસાઇ તેમ નથી. ઇલેક્ટ્રીક વ્હીકલ ખુબ મહત્વનો વિકલ્પ છે. હવે ગુજરાતમાં એથર બ્રાંડના ઇલેક્ટ્રીક સ્કુટર (electric scooter)ની એન્ટ્રી થઇ ચુકી છે.  સામાન્ય રીતે ઇલેક્ટ્રીક સ્કુટરની એવરેજ સારી હોય તો સ્પીડ ઓછી હોય છે. જેના કારણે તેને લોકો ઝડપથી પસંદ નથી કરતા, પરંતુ એથર ઇલેક્ટ્રીક સ્કુટર સામાન્ય પેટ્રોલ સ્કુટરની માફક જ ઝડપી ચાલશે તે રીતે તૈયાર કરાયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ સ્કુટરનું સંશોધન ચેન્નાઇ આઇઆઇટીના (IIT Chainnai) એલ્યુમી તરુણ મહેતા અને સ્વપનીલ જૈન દ્વારા  કરાયું છે. 

આ સ્કુટરમાં દોઢ લાખ કિલોમીટરની આયુષ્ય ધરાવતી લીથીયમ આયન બેટરી છે.જેનાથી સ્કુટરનું પીકઅપ (pick up) પણ મળે છે. તેમાં રાઇડના અલગ અલગ ચાર મોડ પણ છે.સામાન્ય રીતે સીંગલ ચાર્જીગમાં એથર 100 કિલોમીટર સુધી ચાલશે.એટલે કે સરેરાશ 20 થી 25 પૈસા કિલો મીટરનો ખર્ચ આવે છે. તેમા ટચ સ્ક્રીન પણ મુકવામાં આવ્યું છે જે ગુગલ મેપ સાથે જોડાયેલુ છે. જેના કારણે અન્ય કોઇ વ્યક્તિ તમારુ સ્કુટર વાપરે તો તેનું લોકેશન પણ મળી શકે છે. ઘરે ત્રણ કલાકમાં ચાર્જ થાય છે કંપનીના ચાર્જીગ પોઇન્ટ પર  માત્ર 45 મીનિટમાં ચાર્જ થાય છે.

પેટ્રોલ કરતા ઘણા સસ્તા વિકલ્પથી એથરના ઇલેક્ટ્રીક સ્કુટર્સ બજારમાં આવતા પર્યાવરણની જાળવણી સાથે પૈસાની પણ બચત થશે. મહત્વની વાત એ પણ છે કે એથર સ્કુટરના સ્ટાર્ટઅપ માટે ફ્લીપકાર્ટનાં સ્થાપક સચિન બંસલ અને બિન્ની બંસલ હીરો મોટોકોર્પ અને ટાઈગર ગ્લોબલ દ્વારા ફંડ આપવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch