Thu,25 April 2024,5:02 pm
Print
header

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા, 127 લોકોનાં મોતથી સનસની- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

અરેમાની ટીમને હારતી જોઈને ફેન્સ બેકાબૂ બન્યાં

લોકોને કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડાયા

જાવાઃ ઈન્ડોનેશિયામાં શનિવારે ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં 127 લોકો માર્યાં ગયા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી રહી હતી. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા

કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં લોકો મેદાનમાં ઘૂસી ગયા અને સુરક્ષાકર્મીઓને  વસ્તુઓ મારતા જોવા મળે છે. પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે. લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યાં હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ ભયાનક અથડામણ હતી. સ્ટેડિયમમાં માર્યા ગયેલા લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા અંદાજે 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પૂર્વ જાવાના પોલીસ અધિકારી નિકો અફિન્ટાએ મીડિયાને જણાવ્યું કે સ્ટેડિયમમાં અનેક લોકોના મોત થયા છે. હોસ્પિટલમાં પણ અનેક લોકો મૃત્યું પામ્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch