Mon,26 October 2020,1:13 am
Print
header

ચીને પહેલીવાર સ્વીકાર્યું, જાણો ગલવાન સંઘર્ષમાં ચીનના કેટલા સૈનિકો મર્યા હતા ?

બેજિંગઃ પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં 15 જૂનમાં થયેલી હિંસામાં કેટલા ચીની સૈનિક મર્યા હતા, તેના રહસ્ય પરથી પરદો ઉઠી રહ્યો છે. ધ હિંદુના રિપોર્ટ અનુસાર, ચીને ભારત સાથેની બેઠકમાં પહેલીવાર જણાવ્યું છે કે ગલવાન ખીણ સંઘર્ષમાં તેના 5 સૈનિક મર્યા હતા. તેમાં ચીની સેનાના એક કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ હતા. અગાઉ ચીને કેવળ એક સૈનિક મરવાની વાત માની હતી.આ ખૂની સંઘર્ષમાં ભારતના 20 સૈનિક શહીદ થઇ ગયા હતા. 

ચીન ભલે તેના 5 સૈનિકોના મોત થયા હોવાની વાતનો સ્વીકર કરી રહ્યું હોય પરંતુ અમેરિકા અને ભારતીય જાસૂસી એજન્સીઓનું માનવું છે કે ઓછામાં ઓછા 40 ચીની સૈનિકો આ હિંસામાં માર્યા ગયા હતા. ભારત અને ચીન વચ્ચે વાતચીત દરમિયાન મજેદાર વાત એ સામે આવી છે કે પૂર્વોત્તર બોર્ડર પર ભારત અને ચીન વિવાદિત વિસ્તારમાં સાપ્તાહિક રોટેશનના આધારે પેટ્રોલિંગ કરે છે. પૂર્વી લદ્દાખમાં પણ આ રીત અપનાવી શકાય છે. દેપસાંગ, પેંગોંગ સરોવરના નોર્થ અને સાઉથ બેન્ક, પેટ્રોલિંગ પોઇન્ટ17A,રેજાંગ લા અને રેચિન લામાં બન્ને સેનાઓ સામ સામે છે. 

ગલવાન હિંસામાંથી પાઠ લઇને ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું છે કે અમારા સૈનિકો આત્મરક્ષામાં અને પૂર્વી લદ્દાખમાં કોઇપણ હદ સુધી જઇ શકે છે. ભારતે બિલકુલ સ્પષ્ટ ભાષામાં ચીનને કહ્યું કે જો ક્ષેત્રમાં હાલત નિયંત્રણથી બહાર જશે તો અમારા સૈનિકો ગોળીઓ ચલાવવાથી પણ ખચકાશે નહીં. એક અધિકારીએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું કે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ધક્કા-મુક્કી અને ઝડપની કાર્યવાહી હવે બિલકુલ સહન નહીં કરે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->