Fri,19 April 2024,9:33 pm
Print
header

BJP ઉમેદવારની ગાડીમાંથી EVM મળ્યાં બાદ ચાર ચૂંટણી અધિકારીઓ સસ્પેન્ડ

આસામઃ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમને પગલે ખળભળાટ મચી ગયો છે. અનેક રાજકીય પાર્ટીઓ ઇવીએમ બેન કરવાની માંગ કરી રહી છે. સોશિયલ મીડયા પર પણ લોકો હેશટેગ ચલાવી ઈવીએમ બેન કરવાની માંગ કરી રહ્યાં છે.

સૌથી પહેલા કોંગ્રેસના નેતા શશી થરુર અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વીડિયો શેર કર્યો હતો.એ પછી તપાસમાં ખબર પડી હતી કે, જે ગાડીમાંથી ઈવીએમ મળ્યાં છે તે આસામ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પાલની છે.ખાસ વાત એ છે કે, કાર સાથે કોઈ ચૂંટણી અધિકારી નહોતો અને કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી.

આ મામલે મચેલા હોબાળા બાદ ચૂંટણી પંચે ચાર મતદાન અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ પણ અપાયો છે.ચૂંટણી પંચે જિલ્લા કલેકટર પાસે આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે. ચૂંટણી પંચને મળેલી માહિતી પ્રમાણે મતદાન માટેની ટુકડીની ગાડી અધવચ્ચે ખરાબ થઈ ગઈ હતી એ પછી સબંધિત અધિકારીએ રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાડીને અટકાવીને હેડક્વાર્ટર સુધી લઈ જવા માટે વિનંતી કરી હતી. તે વખતે મતદાન માટેની ટીમને જાણકારી નહોતી કે તેઓ જે ગાડીમાં લિફટ લઈ રહ્યાં છે તે ભાજપના ઉમેદવારની છે.

જોકે આ દરમિયાન સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયુ હતુ અને લોકોએ મતદાન માટેની ટીમને ગાડીમાંથી ઉતારી દીધી હતી.જો કે ઈવીએમ સહી સલામત છે. તેના સીલ પણ તુટયાં નથી અને ચૂંટણી પંચ હવે વિસ્તૃત રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch