Sat,17 April 2021,2:50 pm
Print
header

Assembly election 2021: ભાજપે આસામ ચૂંટણીને લઈને 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

નવી દિલ્હી: આસામ વિધાનસભા ચૂંટણી 2021ને લઈને ભાજપ દ્વારા 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ છે.આ યાદી પ્રમાણે મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલ માજુલીથી અને હેમંત બિસ્વા બાલુકબરી બેઠક પરથી ચૂંટણી લડશે.ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આસામ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરી 70 ઉમેદવોરોની યાદીમાં 11 હાલના ધારાસભ્યોને ટિકિટ કપાઈ છે.

આસામમાં ભાજપ આસામ ગણ પરિષદ અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ સાથે ગઠબંધનન કરી ચૂંટણી લડી રહ્યું છે. ગઠબંધન કરાર મુજબ ભાજપ 92, એજીપી 26 અને યૂપીપીએલ 8 બેઠકો પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોના નામ પર મંથન માટે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના કેંદ્રીય ચૂંટણી સમિતિના સદસ્યો હાજર રહ્યાં હતા.આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો પર 27 માર્ચથી ત્રણ તબક્કામાં મતદાન થશે મતગણતરી 2જી મેના દિવસે કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->