Sat,17 October 2026,5:51 am
Print
header

એશિયન ગેમ્સ 2026: મેડલ ટેલીમાં ભારતનું ખૂલ્યું ખાતું, 10 મીટર એર રાઇફલમાં જીત્યો સિલ્વર મેડલ

  • Published By
  • 2026-09-20 10:15:37
  • /
  • મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0 થી કચડી વિજયી શરૂઆત કરી
  • ટેકબોલમાં નિરાશા હાથ લાગી

ટોકિયોઃ જાપાનના આઈચી-નાગોયા ખાતે એશિયન ગેમ્સ 2026 મા 20 સપ્ટેમ્બરે ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોની અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે.

એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતનો આ પ્રથમ મેડલ હતો. ઈલાવેનિલ વાલારિવાન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત ચીન પછી બીજા સ્થાને રહ્યું હતું.

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં પૂલ મુકાબલામાં એક તરફી જીત સાથે પ્રારંભ કર્યો હતો, જેમાં ભારતીય ટીમે ઉઝબેકિસ્તાન સામેની મેચ 19-0ના વિશાળ અંતરથી પોતાના નામે કરી લીધી હતી. 

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમને ટેકબોલની ઈવેન્ટમાં મેડલની આશા હતી, પરંતુ તેમાં મોટી નિરાશા સાંપડી હતી. ટેકબોલમાં ક્વિન્સી ડિસૂઝા વિમેન્સ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચી હતી, પરંતુ બંને મેચોમાં તેનો પરાજય થયો હતો. ટેકબોલમાં ક્વિન્સી ડિસૂઝાને વિમેન્સ સિંગલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ક્વિન્સીએ બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનની ખેલાડી સામે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે તેને જાળવી શકી ન હતી. યુઈના સાકામોતોએ તેને 12-11, 12-11ના માર્જિનથી હરાવી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch