Thu,25 April 2024,5:06 pm
Print
header

નાગરિક સંશોધન બિલનો આસામમાં ઉગ્ર વિરોધ, રસ્તાઓ પર આગચંપીના અનેક બનાવ

ગુવાહાટી: લોકસભામાં બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ પર ચર્ચા થઇ રહી છે, તેના પર હવે આસામમાં સરકાર સામે પ્રદર્શન તેજ બની રહ્યાં છે, બિલના વિરોધમાં લોકોએ રસ્તાઓ પર આવીને અનેક જગ્યાએ આગચંપી કરી છે, પોલીસ દ્વારા અનેક જગ્યાએથી લોકોની અટકાયત કરાઇ રહી છે, વિદ્યાર્થી સંગઠનો ખાસ કરીને નાગરિક સંશોધન બિલનો વિરોધ કરી રહ્યાં છે. કેટલાક શહેરોમાં પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ સામે લાઠીચાર્જ કરાયો છે, ટીયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે, ગુવાહાટી, જોરહાટ, ડિબ્રુગઢ અને સોનીતપુરમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બની રહ્યાં છે.

નાગરિક સંશોધન બિલ પાસ થયા પછી ઘૂસણખોરો પર તવાઇ આવશે અને પાકિસ્તાન જેવા દેશોમાંથી આવેલા બિન મુસ્લિમોને નાગરિકતા આપવામાં આવશે, જેનો કોંગ્રેસ સહિતના પક્ષો પણ વિરોધ કરી રહ્યાં છે, આસામમાં ઘૂસણખોરોની સંખ્યા વધારે છે, જેથી અહીથી વિરોધની શરૂઆત થઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch