Fri,19 April 2024,9:14 pm
Print
header

અમદાવાદ આવેલા AIMIM ચીફ અસરુદ્દીન ઔવેસીએ શું કરી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો

મિશન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022 ને લઇને વધુ એક પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. અસરુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદની બે દિવસની મુલાકાતે આવેલા અસરુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે આગામી સમયમાં અમારો પક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે, અહીં અમે ઘણી બેઠકો પર અમારા સંગઠનને મજબૂત બનાવી રહ્યાંં છીએ. અમે કેટલી બેઠકો પર અમારા ઉમેદવારો ઉતારીશું તે અમારા ગુજરાતના નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે.  

કોંગ્રેસ પર પ્રહાર કરતાં ઓવૈસીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યાં છે, ગુજરાતમાં પણ કોંગ્રેસની સ્થિતી સારી નથી, જેથી કોંગ્રેસના જે નેતાઓ અને  કાર્યકર્તાઓએ AIMIMમાં આવવું હોય તેમના ઘરે જઇને પાર્ટીમાં તેમનું સ્વાગત કરાશે, અમે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ અમે પુરી તાકાતથી લડીશું, તેમને ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરીને આગામી ચૂંંટણી મેદાનમાં ઉતરવાનું એલાન કરી દીધું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch