Sat,20 April 2024,9:13 pm
Print
header

કોરોના વાયરસને લઇને અમેરિકાએ વુહાનના વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટની ખોલી પોલ

વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈને ચીન પર પ્રહારો કરી રહેલા અમેરિકાએ એક રિપોર્ટ રજૂ કરીને વુહાન સ્થિત વાયરૉલોજી ઇન્સ્ટિટ્યૂટ પર પ્રશ્નો ઉભા કર્યાં છે અને  ઉંડાણપૂર્વક તપાસની માંગણી કરી છે. અમેરિકન ગૃહ વિભાગના આ રિપોર્ટમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ વ્યવસ્થિત રીતે કોવિડ-19 મહામારીની ઉત્પતિ કેવી રીતે થઇ તે અંગેની પારદર્શિતાની સાથે તપાસ થતા રોકયા અને જુઠ્ઠાણું ફેલાવામાં પોતાની તાકાત લગાવી દીધી છે.

અમેરિકાએ સીધો દાવો કર્યો નથી કે વાયરસ ચીનથી ફેલાયો છે પરંતુ પ્રાણીઓથી લઇને માણસોમાં ફેલાવાથી લઇ લેબમાં થયેલી ઘટનાથી લઇ લીક સુધી કેટલીય સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો છે તેની તપાસની માંગણી કરી છે.

2019માં વાયરસ ફેલાયો હતો

Fact sheet: Activity at Wuhan Institute of Virology નામના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર પાસે માનવા માટે એ પૂરતા કારણો છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કેટલાંય રિસર્ચર વર્ષ 2019માં બીમાર પડી ગયા હતા સવાલ પણ ઉભો કરે છે કે WIVના વરિષ્ઠ સંશોધનકાર શી ઝેંગલી એ જે દાવો કર્યો હતો કે ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફ કે સ્ટુડન્ટસમાં કોઇ કેસ દેખાયો નથી તેના પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય.રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે અગાઉ પણ ચીનમાં 2004માં SARSની મહામારી ફેલાઇ હતી.

આક્ષેપો કરવામાં આવ્યાં છે કે CCPએ અગાઉ પણ સ્વતંત્ર પત્રકારો, તપાસકર્તાઓ અને વૈશ્વિક હેલ્થ ઓથોરિટીઝને WIVમાં રિસર્ચર્સથી પૂછપરછ કરતા અટકાવ્યાં હતા. તેમાં એ લોકો પણ સામેલ છે જેઓ 2019માં બીમાર પડ્યા હતા. વાયરસના મૂળની કોઈપણ વિશ્વસનીય તપાસમાં આ લોકોનાં પ્રશ્નો અને જવાબો સામેલ થવા જોઈએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch