Thu,25 April 2024,2:53 pm
Print
header

બોમ્બે હાઈકોર્ટે કહ્યું, આર્યન ખાન વિરુદ્ધ ષડયંત્રના કોઈ પૂરાવા નથી મળ્યાં

એનસીબીના અધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી  છે. શનિવારે તેના જામીનનો ઓર્ડર રિલીઝ કરી દેવામાં આવ્યો છે, કોર્ટે 14 પાનાનો આદેશ આપીને સ્પષ્ટતા કરી દીધી છે કે આર્યન અને તેના સાથીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી જામીન ઓર્ડરની સાથે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, 'કોર્ટની સામે એ સાબિત કરવા માટે કોઈ ઓન-રેકોર્ડ પોઝિટિવ પુરાવા નથી મળ્યાં કે તમામ આરોપી વ્યક્તિ સામાન્ય ઈરાદાથી ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સહમત થયા હતા.' આગળ કહ્યું, કોર્ટ આ વાત પ્રત્યે સેન્સેટિવ હોવાની જરૂર છે કે પુરાવાના સ્વરૂપમાં મૂળભૂત સામગ્રી હોવી જોઈએ, જેનાથી અરજદારોની સામે ષડયંત્રના કેસને સાબિત કરી શકાય.

જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે 28 ઓક્ટોબરે આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 1 લાખ રૂપિયાના બોન્ડ પર  જામીન આપ્યાં હતા. વિગતવાર ઓર્ડરની નકલ શનિવારે આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી લીધેલી વોટ્સએપ ચેટથી ખબર પડે છે એવું કઈ આપત્તિજનક નથી મળ્યું.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આર્યન ખાનનું જે સ્વીકૃતિ નિવેદન નોંધવામાં આવ્યું, તેના પર માત્ર તપાસના હેતુ માટે જ ધ્યાનમાં લઈ શકાય છે, આરોપીએ NDPS એક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવું માની શકાય નહીં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch