નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની કિંમતો ઓછી હોવા છતાં દેશમાં ઇંધણના ભાવ ઘટાડવામાં આવી રહ્યાં નથી અને કેન્દ્ર સરકાર તેલ કંપનીઓને ગેરકાયદેસર નફો કમાવવાની ખુલ્લી છૂટ આપી રહી છે. કેજરીવાલે માંગ કરી છે કે સરકારે સામાન્ય જનતાને રાહત આપતા પેટ્રોલની કિંમત તાત્કાલિક ₹102 થી ઘટાડીને રૂ.82 પ્રતિ લિટર કરવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની પ્રતિ બેરલ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં, ભારતમાં આ વર્ષે મે મહિનાથી પેટ્રોલની કિંમત રૂ.102 પ્રતિ લિટર પર જ સ્થિર છે. મારી માંગ છે કે પેટ્રોલના ભાવ ઘટાડીને રૂ. 82 પ્રતિ લીટર કરવામાં આવે અને આ જ ગુણોત્તરમાં ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે.
આપ સંયોજકે તર્ક આપ્યો કે જો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તો તેની સીધી અસર માલસામાનના પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) અને અન્ય સેવાઓ પર પડશે, જેનાથી દેશમાં વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળશે.
તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઓછામાં ઓછી છ વખત મોટો ઘટાડો આવ્યો છે, પરંતુ સરકારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા નથી. સરકાર તે વર્ષો દરમિયાન કમાયેલા આ બમ્પર નફાનું શું કરી રહી છે ? કંપનીઓને જનતાના ગજવા કાપીને આ રીતે ગેરકાયદેસર નફો કમાવવાની મંજૂરી ન આપવી જોઈએ, જે હાલના સમયમાં ઊંચા ભાવો દ્વારા થઈ રહ્યું છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી | 2026-06-26 19:21:02
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50