Fri,19 April 2024,10:08 am
Print
header

દિલ્હી પહોંચ્યો પરિવાર, ગુજરાતના સફાઈકર્મી હર્ષના પરિવાર સાથે કેજરીવાલે લીધું ભોજન- GujaratPost

નવી દિલ્હીઃ આપ સંયોજક અને દિલ્હીના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઇકાલે એક દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમણે યુવાનો, આઉટ સોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાનને કેજરીવાલે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે હર્ષને પરિવાર સહિત દિલ્હી મુખ્યમંત્રી આવાસ પર જમવા આવવા કહ્યું હતું.આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યાં હતા.દિલ્હી એરપોર્ટ પર સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમનું શાલથી સ્વાગત કર્યું હતું. તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે પહોંચ્યા હતા. તેમની સાથે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ હતા.

હર્ષ સોલંકી પરિવાર સાથે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચ્યાં હતા. હર્ષ સોલંકીના સમગ્ર પરિવારનું સ્વાગત કરાયું હતું. કેજરીવાલનું સ્વાગત અને આત્મીયતા જોઈને હર્ષ ભાવુક થઈ ગયા હતા. કેજરીવાલે હર્ષના પરિવાર સાથે ભોજન કર્યું હતું. કેજરીવાલે ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે.

હર્ષ સોલંકી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. સેક્ટર 13 માં આવેલા એક નાના ઘરમાં પોતાના ભાઈ, બહેન અને માતા પિતા સાથે રહે છે.હર્ષના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માતા હાઉસ વાઈફ છે. હર્ષની બહેન ધોરણ 12 સુધી ભણેલી છે. કેજરીવાલે ગરીબોને લઇને અનેક ગેરંટી આપી છે.હવે તેઓ આવી રીતે મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch