Wed,24 April 2024,10:03 pm
Print
header

ગુજરાતીઓને ગેરંટી, AAP ના અરવિંદ કેજરીવાલે કરી પાંચ મોટી જાહેરાત -Gujaratpost

સોમનાથઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા, દરમિયાન કેજરીવાલે સોમનાથમાં સભા સંબોધી હતી. તેમણે રાજ્યમાં થયેલા કેમિકલ કાંડના 57 મૃતકોને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી, ગુજરાતમાં લાગુ નામની દારુબંધીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. ઉપરાંત તેમણે દર મહિને 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વસ્તું ફ્રીમાં મળતી નથી છંતા પણ ગુજરાત ઉપર હજારો કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે ગુજરાતમાં થયેલા પેપરલીક મામલે પણ સરકારને આડેહાથ લીધી હતી.

કેજરીવાલની પાંચ મોટી જાહેરાત 

1-  દરેક બેરોજગારને રોજગાર મળશે (દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાંચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાનું ટાર્ગેટ)

2- જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને બેરોજગારને 3 હજાર ભથ્થું

3- 10 લાખ સરકારી નોકરીઓ પર ભરતી કરવામાં આવશે.

4- પેપરલીક કરનારાઓ વિરુદ્ધ કડક કાયદો. પારદર્શક અને સમયબદ્ધ સરકારી પરીક્ષાઓ

5- સહકારી ક્ષેત્રની નોકરીઓમાં સૌને સમાન તક 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch