Sat,20 April 2024,6:04 pm
Print
header

બાયડઃ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો બાદ તેનો ફેલાતો અટકાવવા તંત્રએ કરી આ મોટી જાહેરાત– Gujarat Post

(લમ્પી વાયરસની ઝપેટમાં આવેલા પશુની ફાઇલ તસવીર)

અરવલ્લી જિલ્લા કલેકટરે કલમ 144 સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

જાહેરમાં પશુને છોડી મુકતા પશુપાલકો સામે કરાશે કાર્યવાહી

અરવલ્લીઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. 20થી વધુ જિલ્લાના પશુઓ આ વાયરસની ઝપેટમાં આવ્યાં છે અને અનેક ગાયોના મોત થયા છે. તેમ છતાં ભાજપ સરકારે પશુઓના મોતની સહાય આપવાની ધરાર ના પાડી દીધી છે. ઘણા ગામડાઓમાં પરિવારનો મુખ્ય આવકસ્ત્રોત પશુપાલન છે તેવા ઘણા પરિવારનો પાંચ-છ દૂધાળા ઢોર લમ્પીનો ભોગ બની મોતને ભેટતાં તેમની હાલત કફોડી થઈ ગઈ છે. અરવલ્લીમાં બાયડની આસપાસના ગામોમાં પશુઓમાં વાયરસ જોવા મળ્યો છે, ચોઇલા, ટોટુ, પિપોદ્રા, શણગાલ, બોરોલમાં પશુઓમાં આ વાઇરસના લક્ષણો જોવા મળ્યાં છે. આ ફેલાવાને અટકાવવા અને પશુઓને રોગ સામે પ્રતિકાર માટે સર્વે કરી વેકસીન પણ અપાઈ છે. 

અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા 144ની કલમ સાથેનું એક જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા મુજબ કોઈપણ રાજ્ય જિલ્લા કે તાલુકામાંથી પશુઓની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. ઉપરાંત પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ દ્વારા રમાતી રમતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર ચેપી રોગિષ્ટ પશુઓને રખડતા મુકવા પર પ્રતિબંધ લગાવાયો છે. ચેપી રોગથી મૃત્યું પામેલા પશુઓના મૃતદેહ તેમજ તેના અંગો ખુલ્લા છુટા છોડી દેવા તેમજ લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેનો કડક અમલ કરવા સૂચના અપાઈ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch