Sat,20 April 2024,2:04 pm
Print
header

ગુજરાતના કોંગ્રેસના આ નેતાએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સ્થગિત કરવાની કરી માંગ, નમસ્તે ટ્રમ્પનો કર્યો ઉલ્લેખ

મોટા કાર્યક્રમો બાદ કોરોના ફેલાયાના અનેક બનાવો 

અમદાવાદઃ ગુજરાત સરકાર જાન્યુઆરી 2022માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની તડામાર તૈયારીઓ કરી છે. જેના માટે દેશ-વિદેશમાં રોડ શો કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી ભારત સહિત વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવાની માંગ કરી છે.

અર્જુન મોઢવાડિયાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, સરકારના ઉત્સવો અને તાયફાઓ કરતા ગુજરાતના લોકોનું સ્વાસ્થ્ય અને જીવન વધુ મહત્વનું છે. નમસ્તે ટ્રમ્પથી ભાજપ સરકારે ગુજરાતના દ્વાર કોરોના માટે ખોલ્યા હતા. હવે ફરી આ ભુલ ના કરો. આફ્રિકામાં મળેલ કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખી વાયબ્રન્ટ સમિટ સ્થગિત રાખો.

વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું.કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch