Thu,18 April 2024,9:03 am
Print
header

FIR બાદ હોટલમાં ક્વોરન્ટાઈન થયા અરબાઝ અને સોહેલખાન, જાણો શું છે મામલો

મુંબઈઃ સલમાન ખાનના (Salman Khan) ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan), સોહેલ ખાન (Sohail Khan) અને સોહેલ ખાનના પુત્ર સામે બીએમસી (BMC) દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 (Covid-19) ના નિયમોના ઉલ્લંઘન બાદ ત્રણેયને મુંબઈની બાંદ્રા સ્થિત તાજ લેંડ્સ એન્ડ હોટલમાં ક્વોરન્ટાઈન (Quarantine) કરી દેવામાં આવ્યા છે. આ હોટલ તેમના બાંદ્રા પાલી સ્થિત નિવાસસ્થાનથી ઘણી નજીક છે.

દુબઈથી પરત ફર્યાં બાદ હોટલમાં ક્વોરન્ટાઈન થવાના નિર્દેશની ઐસી તૈસી કરીને ત્રણેય ઘરે ગયા હોવાની ખબર પડ્યા બાદ બીએમસીના અધિકારીએ FIR નોંધાવી હતી. ત્રણેયને ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. પહેલા પણ અરબાઝ માસ્ક ન પહેરવાને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.

25 ડિસેમ્બરે આ ત્રણેય દુબઈથી પરત ફર્યા હતા. તેમણે બીએમસીને શપથપત્ર આપ્યું હતું કે ખુદને તાજ હોટલમાં ક્વોરન્ટાઈન કરશે.પરંતુ તેઓ ક્વોરન્ટાઈન થવાના બદલે સીધા ઘરે જતા રહ્યાં હતા.આ લોકો પર બીએમસીને ખોટી જાણકારી આપવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. અનલોકમાં છૂટ આપ્યા બાદ અનેક બોલિવુડ સ્ટાર્સે વિદેશમાં રજાઓ ગાળી હતી અથવા શૂટિંગ કર્યાં છે. ઘણા સ્ટાર્સે લોકડાઉન નિયમોનું પાલન કર્યુ હતું. પરંતુ અમુક સ્ટાર્સે આ દરમિયાન બેદરકારી પણ દર્શાવી હતી. આવું જ કઇંક સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાને કર્યુ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch