Sat,17 October 2026,4:53 am
Print
header

ગુજરાતમાં 4 IPS અધિકારીઓની નિમણુંક અને 6 SPS કક્ષાના અધિકારીઓની બદલી

  • Published By
  • 2026-09-18 21:09:52
  • /

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરાયા છે, 4 IPS અધિકારીઓની નિમણૂંકો કરાઇ છે અને 6 SPS કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ છે.

વર્ષ 2023 તથા 2024 બેચના 4 IPS અધિકારીઓને નિમણૂંક અપાઇ છે અને 6 SPS ની બદલી કરવામાં આવી છે. 2023 અને 2024 ની બેચના 4 IPS અધિકારીઓને ASP તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જેમાં માનસી આર. મીનાને વિરમગામ, મૌસમ મહેતાને દિયોદર, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કરણકુમાર પન્નાને દાહોદના લીમખેડા ખાતે ASP તરીકે નિમણૂંક અપાઇ છે.

જેમના પોસ્ટિંગ બાકી હતા, તેવા 6 સિનિયર એસપીએસ અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડર જગ્યાઓ પર નવી નિમણૂંકો આપવામાં આવી છે.   

વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવને એસઆરપીએફ ગ્રુપ 9 (વડોદરા), વિસનગર ડી.એમ.ચૌહાણને એસઆરપીએફ ગ્રુપ 3 (મડાણા, બનાસકાંઠા), પ્રકાશકુમાર રાવલને એસઆરપીએફ ગ્રુપ 4 (પાવડી, દાહોદ), ગોધરા હેડ ક્વાર્ટર એસપી બી.એલ. દેસાઈને એસઆરપીએફ ગ્રુપ 5 (ગોધરા), જૂનાગઢ પીટીસી એસપી એચ.પી. દોશીને એસઆરપીએફ ગ્રુપ 13 (રાજકોટ) અને સુરત એફ ડિવિઝન ડીસીપી એલ.બી. ઝાલાને એસઆરપીએફ ગ્રુપ 11 ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch