Sat,20 April 2024,8:26 am
Print
header

કોરોનાની ઝપેટમાં બોલીવુડ, અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી-ભત્રીજીનો રિપોર્ટ પોઝિટિવ

જો કે અનુપમ ખેરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે 

મુંબઈઃ મેગાસ્ટાર અમિતાભ અને અભિષેક બચ્ચન બાદ હવે ખેર ફેમિલી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે.અનુપમ ખેરે રવિવારે એટલે કે 12 જુલાઈનાં રોજ સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે તેમની માતા દુલારી કોરોના પોઝિટિવ છે. તેમનો ભાઈ રાજીવ પણ કોરોના પોઝિટિવ છે. તેમની ભાભી તથા ભત્રીજીનો ટેસ્ટ પણ કોરોનાં પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતાને હાલમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.જ્યારે અનુપમનો ભાઈ તથા તેનો પરિવાર ઘરમાં જ ક્વૉરન્ટાઇન થયા છે. 

અનુપમ ખેરે કહ્યું હતું, કે ‘મારા માતાને ભૂખ બરોબર લાગતી ન હતી. અમે તેમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો પરંતુ કંઈ જ આવ્યું નહીં. ત્યારબાદ અમે CT સ્કેન કરાવ્યો અને તેમાં તેમને કોરોનાના હળવા લક્ષણો હોવાની જાણ થઈ હતી.અમે તેમની સાથે રહીએ છીએ અને ત્યાર બાદ રાજીવ તથા મારો CT સ્કેન કરવામાં આવ્યો હતો. મારો ભાઈ રાજીવ કોવિડ 19 પોઝિટિવ છે અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજીવની પત્ની તથા દીકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેમણે ઘરની અંદર જ પોતાને ક્વૉરન્ટીન કર્યાં છે.

વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતાની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં થઈ રહી છે. તેમણે હોસ્પિટલનો આભાર માન્યો હતો. અનુપમ અપીલ કરી હતી કે મોટી ઉંમરના લોકોને જો ભૂખ ના લાગતી હોય તો તેમણે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તેમણે દિવસ-રાત લોકો માટે કામ કરતા તબીબોની પણ પ્રશંસા હતી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch