વડોદરાઃ ગુજરાતમાં પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શનનો પ્રયોગ વડોદરાના 54 વર્ષીય મહિલાની કોરોના સારવાર દરમિયાન કરાયો છે. ગોત્રી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત મહિલા પર ઈન્જેક્શનનો પ્રયોગ સફળ નીવડ્યો છે. ઈન્જેક્શન આપતાં જ મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ 5 કલાકમાં જ 93 થી વધીને 97 થયું હતું. આ ઈન્જેકશનના એક ડોઝની કિંમત 59,750 રૂપિયા છે હાલ 14 જેટલા કોકટેલ ઈન્જેકશન દવા બજારમાં ઉપલબ્ધ છે. આવું એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શન યુ.એસ.એના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ લીધું હતું. તેમજ તાજેતરમાં જ ભારતના હરિયાણામાં તેનાથી પહેલી સારવાર કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્વિત્ઝર્લેન્ડની રોશ કંપનીના આ ઇન્જેકશનનો જથ્થો કંપનીમાંથી સીધો ગુજરાત લવાયો છે. ગુજરાતને 84 વાઇલ મળ્યાં છે. વડોદરા ઉપરાંત સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદમાં પણ આ ઇન્જેકશન ફાળવવામાં આવ્યાં છે. આ ઈન્જેક્શનની ખાસિયત એ છે કે તે કોરોનામાં મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાય છે. તેમજ તેનાથી મોતની શક્યતા 70 ટકા સુધી ઘટાડી શકાય છે. જે પૈકી એક ઈન્જેક્શન શહેરની ખન્ના હોસ્પિટલ દ્વારા 54 વર્ષીય મહિલા દર્દીને આપવામાં આવ્યું હતું.આ મહિલા દર્દીને ડાયાબિટિસ હતો અને તેમનું ઓક્સિજન લેવલ 93ની આસપાસ હતું. ઇન્જેકશન અપાતા 5 કલાકમાં જ ઓક્સિજન લેવલ 97 પર પહોંચ્યું હતું. આવા ઇન્જકશ વડોદરાની અલગ અલગ હોસ્પિટલોને અપાયા છે. જેમાં ભાઇલાલ અમીન, ટ્રાયકલર અને ખન્ના હોસ્પિટલ સામેલ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29