Sat,14 March 2026,1:15 am
Print
header

સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત, પતિ-પત્ની અને દીકરીનાં મોત, એક દીકરીનો બચાવ

  • Published By panna patel
  • 2026-02-25 11:43:25
  • /

સુરતઃ સામૂહિક આપઘાતની વધુ એક સનસનીખેજ ઘટના બની છે, જેની પાછળ પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાની શક્યતા છે. સુરતમાં વઘતા જતા સામૂહિત આપઘાતના બનાવ ને લઈને ચિંતા વધી છે.

વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો. આખા પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. પરિવારના પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. મૃતક બાળકીની ઉંમર માત્ર 5થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રુંગટા નામના શખ્સ દ્વારા રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાની વાત છે.

ઘટનાની જાણ વેસુ પોલીસે થાય પોલીસના ઉચ્ચ અધીકારી ઘટના સ્થળે આવી ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાના પરિવારના પત્ની અને બે બાળકી સહીત ચાર સભ્યો સાથે ખેતીમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

બાલમુકુન્દે નોટમાં જણાવ્યાં અનુસાર, આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલમાં વેસુ પોલીસે આરોપી વૈભવ રૂંગટા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch