Sat,13 June 2026,3:04 pm
Print
header

અદાણી ગ્રુપના નિશાને પત્રકાર, ધ વોશિંગ્ટન પોસ્ટના રવિ નાયર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ

  • Published By mahesh patel
  • 2026-05-30 18:35:08
  • /

અમદાવાદઃ અદાણી ગ્રુપે પત્રકાર સામે પોલીસમાં ફરિયાદ કરી છે, ધ વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર રવિ નાયર સામે પોલીસ ફરિયાદ થઇ છે. અદાણી ગ્રૂપમાં ભારત સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)દ્વારા 3.9 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે, તેવા સમાચાર આ અમેરિકી અખબારમાં પ્રદર્શિત થયા હતા.

આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી છે, જેમાં અદાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અહેવાલ ખોટા અને બદનામ કરનારા હતા, જેથી પત્રકાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પત્રકારે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યાનો દાવો 

નવરંગપુરામાં આવેલા અદાણી હાઉસના ડેપ્યુટી જનરલ મેનેજરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે કે, ગત 24મી ઓક્ટોબરના રોજ ધ વોશિંગ્ટન પોસ્ટના ઈ-પેપરમાં એક આર્ટિકલ પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર અને જીવન વીમા નિગમ (LIC)અદાણી ગ્રૂપની કંપનીઓમાં જાહેર ભંડોળમાંથી 3.9 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યાં છે. આ અહેવાલમાં ચોક્કસ દસ્તાવેજોનો હવાલો આપીને રોકાણની શરતો, બોન્ડ રેટિંગ અને આંતરિક મંજૂરીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ આર્ટિકલ દિલ્હીમાં રહેતા પત્રકાર રવિ નાયર દ્વારા લખવામાં આવ્યો હતો. આ અહેવાલ સામે આવતા જ LICએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર ખોટા છે અને LIC પોતાના તમામ રોકાણો નિયમોનુસાર જ કરે છે. એલઆઈસીની આ સ્પષ્ટતાના જવાબમાં રવિ નાયરે સોશિયલ મીડિયા પર કેટલાક  દસ્તાવેજો રજૂ કર્યા હતા. અદાણી ગ્રૂપે જ્યારે આ બાબતે પત્રકાર પાસે ખુલાસો માંગ્યો ત્યારે તેઓએ કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો, જેથી હવે તેમની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch