Wed,16 July 2025,7:44 pm
Print
header

કોલકત્તામાં ફરી એક ગેંગરેપ, લો કોલેજની વિદ્યાર્થીની રાક્ષસોનો ભોગ બની, ત્રણ નરાધમોની ધરપકડ

  • Published By Panna patel
  • 2025-06-27 13:53:30
  • /

કોલકત્તા: આરજી કર મેડિકલ કોલેજની ઘટના બાદ કોલકત્તાની વધુ એક કોલેજમાં ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. દક્ષિણ કોલકત્તાની કસ્બા લો કોલેજની એક વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો છે. કસ્બા પોલીસે ગેંગરેપ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બે કોલેજના વિદ્યાર્થીઓ છે અને એક કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે.

પોલીસ ફરિયાદ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ

ગેંગરેપની ઘટના 25 જૂનના રોજ બની હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે કસ્બા લો કોલેજની અંદર સાંજે 7:30 થી 8:50 વાગ્યાની વચ્ચે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદને આધારે કસ્બા પોલીસે ગુરુવારે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

કોલેજની અંદર વિદ્યાર્થીની પર ગેંગરેપ

પોલીસના જણાવ્યાં અનુસાર મોનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. કોલકત્તાના તાલબાગન ક્રોસિંગ નજીક સિદ્ધાર્થ શંકર શિશુ રોય ઉદ્યાન સામે 26 જૂનની સાંજે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેમના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતા. આ ઘટના કોલેજ બિલ્ડિંગની અંદર બની હતી. પીડિતાની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી છે અને અનેક સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યાં છે. ત્રણેય આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું

આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને ભયાનક ગણાવી. તાજેતરની આરજી કર હોસ્પિટલની ઘટનાનો ઉલ્લેખ કરતા માલવિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ ચાલુ છે. ભાજપ પીડિત પરિવાર સાથે ઉભો છે અને તમામ આરોપીઓને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમને મમતા બેનર્જી સરકારની ઝાટકણી કાઢી છે.

આરજી કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર થયો હતો

નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા કોલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર થયો હતો. ત્યારબાદ પીડિતાની હત્યા કરવામાં આવી હતી, બળાત્કાર અને હત્યા કેસથી બંગાળમાં રાજકીય તોફાન મચી ગયું હતું. આરોપી સંજય રોયની  ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી અને હવે કોલકત્તામાં વધુ એક ઘટના બનતા લોકોમાં રોષ ફેલાઇ ગયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch