ઇસ્લામાબાદઃ ભારતના એક પછી એક દુશ્મનોનો અજ્ઞાત લોકો ખાત્મો કરી રહ્યાં છે, હવે 2019 પુલવામાના માસ્ટર માઇન્ડ આતંકવાદીની તેની જ ઓફિસમાં હત્યા કરી નાખવામાં આવી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી છે.
હમઝા બુરહાન POKના મુઝફ્ફરાબાદમાં આવેલી તેની એક ઑફિસમાં બેઠો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેને સિક્યોરિટી પૂરી પાડી હતી. દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યાં હતા અને હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું હતુ.
હમઝા બુરહાન મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરાનો રહેવાસી હતો. વર્ષ 2017માં તે કાશ્મીરમાં સક્રિય આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હતો, ત્યારબાદ ભારત તે પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાનમાં રહીને તે પોતાને એક શિક્ષક તરીકે ઓળખાવતો હતો, પરંતુ પડદા પાછળ આતંકવાદી હતો.
પુલવામા હુમલા બાદ હમઝા PoKના કેમ્પમાં રહીને પાકિસ્તાની આતંકીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપતો હતો. આ સિવાય સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતો હતો.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39