Latest Ahmedabad News: વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે. મંદિરમાં રહેતા સાધુએ મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી આચરી હતી. સ્વામીએ અમદાવાદમાં જમીન લે-વેંચનું કામ કરતા બે વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને બાયડના લીંબ ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે 1.76 કરોડ રૂપિયા પડાવવાના મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ, ખેડૂત અને મળતિયાઓ સહિત 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં સોલા સાયન્સ સીટી રોડ પર રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા ભાગીદાર દિલીપ પટેલ વટવામાં જમીન-વેચની ઓફિસ ધરાવે છે. ડિસેમ્બર 2023માં તેમની ઓફિસ પર સુરતના સુરેશ ઘોરી અને લાલજી ઢોલા આવ્યાં હતા. તેમણે ઘનશ્યામસિંહને જણાવ્યું હતું બંને સુરતમાં જમીનનું કામ કરે છે. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાને પોઈચા જેવું ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવા માટે 500થી 700 વિઘા જમીનની જરૂર છે. પરંતુ સાધુ ખેડૂતો પાસેથી સીધી જમીન ખરીદતા નથી. જેથી જો તમે રોકાણ કરશો તો ફાયદો થશે. આ માટે આણંદના ચિખોદરા ખાતે દેવ પ્રકાશ ઉર્ફે ડી.પી. સ્વામીની ગૌશાળા પર મળીને ડીલ કરીએ. ઘનશ્યામસિંહ વાઘેલા ભાગીદાર દિલીપ પટેલ સુરતથી આવેલી બે વ્યક્તિઓ સાથે આણંદ ગયા હતા. જ્યાં તેમની મુલાકાત દેવ પ્રકાશ સ્વામી, માધવપ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જય કૃષ્ણ સ્વામી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના શિષ્ય છે.
અમારે બાયડ પાસે આવેલા લીંબ અને માથાસુરિયા ગામમાં મોટું મંદિર ગૌશાળા બનાવવાની છે. જમીન તમે ખરીદીને અમને આપશો એટલે દુબઈથી 5 કરોડ રૂપિયાનું દાન આવશે. તે તમને આપીને સંસ્થા તમારી પાસેથી જમીન લઈને મંદિર બનાવશે. આ વાતોથી ઘનશ્યામસિંહને વિશ્વાસ આવ્યો હતો. તેમણે દહેગામ ભૂપેન્દ્ર પટેલ અને બાયડના વિજયસિંહ ચૌહાણ પાસેથી જમીન ખરીદી અંગેનો સમજૂતી કરાર કરીને 1.11 કરોડ રૂપિયા ચુકવી આપ્યાં હતા.
સ્વામીઓની હરકત શંકાસ્પદ જણાતા તેમણે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, વિજયસિંહ ચૌહાણ અને ભુપેન્દ્ર પટેલે કોઈ ખેડૂતો પાસેથી જમીન ખરીદી નથી અને તે માત્ર નાણાં પડાવવા માટે સાધુ સાથેની ગેંગમાં કામ કરતા હતા. બીજી તરફ ઘનશ્યામસિંહને જાણવા મળ્યું હતું કે આ ગેંગ દ્વારા ગુજરાતમાં આણંદ, વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગુનો આચરવામાં આવ્યાં હતા. જેના આધારે તેમણે સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરીને ગુનો નોંધાવતા પોલીસે વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના ચાર સાધુ સહિત 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
વડોદરાની સામૂહિક દુષ્કર્મની ઘટના પર હર્ષ સંઘવી થયા ભાવુક, કહ્યું- નરાધમોને છોડવામાં આવશે નહીં | 2024-10-06 09:53:20
સંસ્કારી નગરી વડોદરામાં ગેંગરેપથી હડકંપ, કોંગ્રેસ અને પ્રજાએ ભાજપ સરકાર સામે વ્યક્ત કર્યો રોષ | 2024-10-05 20:05:46