અંકલેશ્વરઃ પ્રેમ પ્રકરણમાં સનસનીખેજ હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુના બોરભાઠા ગામ પાસેના ખેતરમાંથી એક રિક્ષા ચાલકનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને મૃતકની પ્રેમિકા અને તેના હાલના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે.
મુકેશ, જેને કાંતિલાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજકોટનો વતની છે, હાલમાં અંકલેશ્વરના જુના બોરભાઠા ગામમાં રહે છે, તે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની ગાડી ચલાવે છે. એક દિવસે સવારે મુકેશ, હંમેશની જેમ તેની પત્ની અને બાળકોને ગાડી પર છોડીને રિક્ષા લઇને ગયો હતો.
બપોરે 12 વાગ્યા પછી તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો, અને જ્યારે તે સાંજ સુધી ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેના પરિવારે શોધખોળ શરૂ કરી. સાંજે મુકેશનો મૃતદેહ બોરભાઠા રોડ પર બુલેટ ટ્રેન બ્રિજ પાસેના ખેતરમાંથી મળી આવ્યો હતો. મૃતકનો સફેદ શર્ટ લોહીથી લથપથ હતો, અને તેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની રિક્ષા પણ ઘટના સ્થળથી થોડે દૂર હતી.
પોલીસે જણાવ્યું કે તેમને એક લાશ મળી હોવાનો રિપોર્ટ મળ્યો હતો અને તપાસ કરતાં તે મુકેશ ભાઈનો હોવાનું બહાર આવ્યું હતું. તેના પત્ની ભારતીબેને પોલીસને જણાવ્યું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તલવિયાવાડ વિસ્તારમાં રહેતી તેમના પિતરાઈ ભાઈની વિધવા જ્યોતિ રાઠોડ સાથે અનૈતિક સંબંધો હતા. તેના કારણે પરિવારમાં ઝઘડા પણ થતા હતા.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે જ્યોતિ રાઠોડ અને તેના હાલના બોયફ્રેન્ડ સંજય વસાવાએ મુકેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંને પ્રેમીઓ સાથે રહેવા માંગતા હતા, તેથી મુકેશ નામના કાંટાને દૂર કરવો જરૂરી હતો. જેના કારણે આ હત્યા કરી નાખી હતી. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિત પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53