Sat,20 April 2024,4:19 pm
Print
header

પરિવારજનોએ અટકાવ્યાં અંકિતાના અંતિમ સંસ્કાર, કહ્યું ફરી કરો પોસ્ટમોર્ટમ- Gujarat Post

પરિવારજનોએ સરકારની કામગીરી પર ઉઠાવ્યાં સવાલ 

અંકિતાના ભાઈનું કહેવું છે કે ફરીથી પોસ્ટમોર્ટમ થવું જોઈએ અને અંતિમ રિપોર્ટ આવ્યાં બાદ જ અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

વહીવટી ટીમ અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત

દેહરાદૂનઃ AIIMS ઋષિકેશમાં પોસ્ટમોર્ટમ બાદ પૌરીની પુત્રી અંકિતાના મૃતદેહને શ્રીનગરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. આજે અંકિતાના અંતિમ સંસ્કાર અલકનંદા નદીના કિનારે પૈતૃક ઘાટ પર થવાના હતા. પરંતુ પરિવારે અંતિમ સંસ્કાર અટકાવી દીધા છે. પરિવારજનોએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેરફાર થઈ શકે છે.

અંકિતાના ભાઈનું કહેવું છે કે ફરીથી પોસ્ટમોર્ટમ થવું જોઈએ અને અંતિમ રિપોર્ટ આવ્યાં બાદ જ અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંકિતાના પિતાનું કહેવું છે કે પ્રશાસને ઉતાવળમાં રિસોર્ટમાં અંકિતાનો રૂમ તોડી નાખ્યો હતો. તેમાં પુરાવા હોઈ શકે છે. હવે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે જ અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વહીવટી ટીમ અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત છે.

શ્રીકોટના રેવન્યુ ગામ, પૌરી ગ્રામ પંચાયત, વિકાસ બ્લોક ધુરસની પુત્રી અંકિતાની હત્યા બાદ લોકોમાં રોષ છે. આવી સ્થિતિમાં પોલીસ અને પ્રશાસને અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ ભૂલ ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે. એસડીએમ શ્રીનગર અજયવીર સિંહે કહ્યું કે સ્થાનિક પ્રશાસને અંતિમ સંસ્કાર માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

નોંધનિય છે કે અંકિતાના શરીર પર ઇજાના ઘા મળી આવ્યાં છે અને તેને પાણીમાં ડૂબાડી દેવામાં આવી છે. જેથી તેનું મોત થયું હતુ.

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch