Fri,19 April 2024,4:39 am
Print
header

અંકિતા હત્યા કેસને લઈને લોકોમાં જોરદાર આક્રોશ, SITની રચના, BJP નેતાની કાર પર હુમલો- Gujarat post

ભાજપે પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્ય અને તેના પુત્ર અંકિત આર્યને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો

ઋષિકેશમાં ભીડે યમકેશ્વર ધારાસભ્ય રેણુ બિષ્ટની ગાડીના કાચ તોડી નાખ્યાં

ઉત્તરાખંડઃ અંકિતા હત્યા કેસમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. SDRFની ટીમે ચિલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ સાથે જ ગેરકાયદેસર રિસોર્ટ સામે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ગુસ્સે થયેલી ભીડે રિસોર્ટમાં આગ લગાવી દીધી હતી.ભાજપે પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્ય અને તેના દિકરા અંકિત આર્યને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અંકિત આર્યને ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદથી સેવામુક્ત કર્યો છે.વિનોદ આર્ય અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિતનો પિતા છે. અંકિત તેનો મોટો ભાઈ છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે, પોલીસે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જશે. ગુનેગારોને આકરી સજા અપાવવામા આવશે.

કોંગ્રેસે દહેરાદૂનમાં રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચંદ્રાચાર્ય ચોક પર એકઠા થઈને ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા અને મહિલા સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવીને પુતળા સળગાવ્યાં હતા. અંકિતા મર્ડર કેસને લઈને રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુસ્સો છે. ઋષિકેશમાં ભીડે યમકેશ્વર ધારાસભ્ય રેણુ બિષ્ટની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જનતાના વિરોધ બાદ યમકેશ્વર ધારાસભ્ય ભાગી ગયા હતા.ઋુષિકેશ એઈમ્સમાં અંકિતાની લાશનું પોસ્ટમોર્ટમ થયું છે.

અંકિતા 18 સપ્ટેમ્બરના રોજ ગુમ થઈ હતી, પાંચ દિવસ પછી તેનો મૃતદેહ ચિલા કેનાલમાંથી મળી આવ્યો છે. અંકિતા ભંડારી હત્યાકાંડને લઈને ઋુષિકેશમાં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું છે. લોકોએ ભાજપના ધારાસભ્ય રેણુ બિષ્ટનો વિરોધ કર્યો હતો અને તેમની કારની તોડફોડ કરી હતી.  ડીજીપીએ કહ્યું કે મુખ્યમંત્રીની સૂચના પર, આ મામલાની તપાસ કરવા માટે પી.રેણુકા દેવીના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી છે. ડીજીપીએ એમ પણ કહ્યું કે અંકિતા પર ખોટું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.  ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કર્યું કે દીકરી અંકિતાનો મૃતદેહ સવારે મળી આવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાથી મારું હૃદય ખૂબ જ દુઃખી છે. ગુનેગારોને સખતમાં સખત સજા મળે તે માટે SITની રચના કરવામાં આવી છે. આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનિય છે કે રિસોર્ટમાં કામ કરતી અંકિતાને વૈશ્યાવૃતિમાં ધકેલવાના નિષ્ફળ પ્રયાસ બાદ તેની હત્યા કરાઇ હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch