Tue,08 October 2024,8:11 am
Print
header

દારૂ આપવાની ના પાડતાં શરાબીએ દુકાનમાં લગાવી દીધી આગ, સ્ટાફ પર ફેંક્યું પેટ્રોલ- Gujarat Post

દુકાન બંધ કરતા હોવાથી દુકાનદારે દારૂ આપવાની ના પાડી હતી

બીજા દિવસે પેટ્રોલ લઈને આવીને દુકાનમાં લગાવી આગ

રૂ. 1.50 લાખનો મુદ્દામાલ આગમાં બળીને ખાખ

વિશાખાપટ્ટનમઃ પોલીસે દારૂની દુકાનમાં આગ લગાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટના રવિવારે બની હતી, દુકાનદારે એક વ્યક્તિને દારૂ આપવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલા આ શખ્સે દારૂની દુકાનમાં આગ ચાંપી દીધી હતી.

પોથિનમલ્લાયા પાલેમના ઇન્સ્પેક્ટર રામા કૃષ્ણના જણાવ્યાં મુજબ, મધુ તરીકે ઓળખાયેલો આરોપી મદુરાવાડા વિસ્તારમાં દારૂ ખરીદવા ગયો હતો, પરંતુ તે દુકાન બંધ થવાનો સમય હતો, ત્યારે દુકાનદારે તેને દારૂ આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે આરોપી અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ચેતવણી આપ્યાં બાદ આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો,પરંતુ રવિવારે સાંજે તે પેટ્રોલ લઈને દુકાન પર આવ્યો હતો અને દુકાનની અંદર પેટ્રોલ રેડ્યું હતું. તેણે દુકાનના કર્મચારીઓ પર પેટ્રોલ છાંટ્યું અને તરત જ આગ ચાંપી દીધી હતી.

આ જોઈને કર્મચારીઓ દુકાનમાંથી ભાગી ગયા હતા. આગને કારણે રૂપિયા 1.50 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.  જેમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીને કસ્ટડીમાં લઇ લીધો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch