Sat,20 April 2024,9:55 pm
Print
header

અમદાવાદ: PI સહિત ત્રણ લોકો સામે 30 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ, જાણો શું છે સમગ્ર મામલો ?

અમદાવાદ: આનંદનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ ઈન્સપેક્ટર, તેના પુત્ર અને એક વેપારી વિરુદ્ધ રૂપિયા 30 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પુત્રએ બંધ બેંક અકાઉન્ટનો ચેક પણ આપ્યો હોવાનુ સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ અધિકારીએ ફરિયાદી અને તેના ભાઈને દબાવવા માટે ખોટી ફરિયાદો કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરના વેપારી સાથે પેટ્રોલ પંપમાં ભાગીદારી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદી સુરેશ ચૌહાણ ભાવનગરમાં ઓઈલ-ડીઝલના ટ્રેડિંગનુ કામ કરે છે. તેમના મિત્ર દ્વારા તેમનો પરિચય પોલીસ ઈન્સ્પેકટર દિગ્વિજયસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રતિકરાજ ઝાલા સાથે થયો હતો. બાદમાં અન્ય એક વેપારી ઉત્તમ શેઠ સાથે મિત્રતા બંધાઈ હતી. પોલીસ પુત્રએ વેરાવળમાં પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદીને રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા 30 લાખ મેળવ્યાં હતા. જે પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત ફરિયાદીને આરોપી પ્રતિકરાજે બંધ થઈ ગયેલા બેંક એકાઉન્ટનો ચેક આપ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર અને તેના પુત્ર દ્વારા છેતરપિંડી આચરવાની સાથે ફરિયાદીને રુપિયા પરત ન આપવા માટે કેટલાય વલખા માર્યા હતા. ફરિયાદી અને તેના ભાઈ પર ચેક ચોરીની ફરિયાદ અને અરજીઓ પણ કરવામાં આવી. ઉપરાંત ફરિયાદીએ આરોપી સાથે છેતરપિંડી કરી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. જો કે તપાસના અંતે તમામ અરજીઓ ખોટી હોવાનું સામે આવ્યુ હતુ. આખરે કાયદાએ કાયદાનુ કામ કર્યું હતું અને છેતરપિંડી કરનાર પીઆઈ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ત્રણ વર્ષ બાદ ગુનો નોંધાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch