આણંદઃ લોકસભાના સાંસદ મિતેષ પટેલે એક અભિનવની પહેલ કરી છે. તેમણે સાંસદ જન સેવા રથનો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચાડવાનો છે. લોકોને આ યોજનાઓથી માહિતગાર કરવાનો છે.
આ રથનો શુભારંભ આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંત્યોદયના સિદ્ધાંતને સાકાર કરવાનો મોટો પ્રયાસ છે.
સાંસદ જન સેવા રથ ગામડાઓ સુધી પહોંચશે અને ગરીબ તથા વંચિત વર્ગના લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં મદદરૂપ થશે. આ રથ એવા લાભાર્થીઓને પણ મદદ કરશે જેમનો યોજનાઓનો લાભ બંધ થઈ ગયો છે અને તેને ફરીથી શરૂ કરાવવી છે.
સાંસદ મિતેષ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ પટેલ, પૂર્વ સાંસદ દિપક પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જયપ્રકાશ પટેલ, મહેશ પટેલ, જિલ્લા મહામંત્રી સુનિલ શાહ, યુવા મોરચાના પ્રમુખ પથિક પટેલ, પૂર્વ જિલ્લા મહામંત્રી નિરવ અમીન,વિદ્યાનગર અને કરમસદ શહેર સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા
સાંસદ મિતેષ પટેલ સરકારી યોજનાઓની પહોંચ વધારવા અને સમાજના દરેક વર્ગ સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આ રથ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનું અને તેમને સશક્ત બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
કુંભથી પરત ફરી રહેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, દાહોદમાં ટ્રક-ટ્રાવેલર વચ્ચે ટક્કર થતા 4 લોકોનાં મોત | 2025-02-15 14:03:38