નડીયાદઃ ગુજરાતમાં ભાજપના નેતા બની ગયા એટલે લોકોને ડરાવા-ધમકાવાનો પરવાનો મળી ગયો છે તેમ માનવામાં આવે છે. અનેક વખત ભાજપના નેતાઓ લોકોને, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોવાના સમાચાર સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહુધાના બારૈયાની મુવાડીમાં રહેતા યુવકે તા.20 ડિસેમ્બરે ખાત્રજ ચોકડીથી ડાકોર વચ્ચે એક પલટી ગયેલી કારમાં દારૂની બોટલો હોવાથી વીડિયો ઉતાર્યો હતો. બીજા દિવસે એક શખ્સે તેને ફોન કરી પોતે આણંદ જિલ્લા ભાજપનો મહામંત્રી હોવાનું જણાવી ધમકી આપી હતી. આ અંગે યુવકે મહુધા પોલીસ મથકે અરજી કરી હતી. પરંતુ ત્યાં શખ્સ સાથે સમાધાન કરવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુવકે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી.
બારૈયાની મુવાડીમાં રહેતા સંજયભાઈ પર્વતભાઈ સોઢાએ જિલ્લા પોલીસ વડાને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તા.20 ડિસેમ્બરે તે ખાત્રજ ચોકડીથી ડાકોર જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે એક કાર પલટી મારી ગઈ હતી. જેમાં દારૂની બોટલો હતી અને તેમાં બેઠેલો એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં હતો. તે સમયે યુવકે વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. તેમજ કારમાં સવાર એક યુવતીની મદદ કરી હતી.
બીજા દિવસે યુવતીના મિત્રએ યુવકને ફોન કરી જણાવ્યું હતું કે, જો તું આ વીડિયો વાયરલ કરીશ તો હું તને પરેશાન કરી નાખીશ અને મારા મિત્રને જો કાંઈ થશે તો હું આણંદ જિલ્લાનો ભાજપનો મહામંત્રી છું, તારી પાછળ પડી જઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે યુવકે મહુધા પોલીસ મથકે અરજી કરી હતી. ત્યાંથી સામાવાળા સાથે બેસી સમાધાન કરવા દબાણ કરવામાં આવ્યું હોવાના અને જો સમાધાન નહીં કરો તો તમારી વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સંજય સોઢાએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
વિદેશ જવાની ઘેલછામાં વિજાપુરના એક યુવકે ગુમાવ્યો જીવ, સ્યૂસાઇડ નોટમાં થયો ખુલાસો- Gujarat Post | 2025-07-07 14:40:59
24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં 8.6 ઈંચથી પાણી પાણી થયા રસ્તાઓ | 2025-07-03 20:14:37
અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર વડે યુવકને કચડી નાખવાનો પ્રયાસ, સનસનાટીભરી ઘટના CCTVમાં કેદ | 2025-07-02 08:48:28
અમદાવાદથી સોમનાથ ઝડપથી પહોંચાશે, નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને મળી મંજૂરી | 2025-07-01 15:12:44