કાઠમડુંઃ નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે વિનાશ નોતર્યો છે. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 350 લોકો મૃત્યુ પામ્યાં છે. 1,400 થી વધુ લોકો ગુમ છે, જેમાં ભારતના 288 લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન વડોદરાનું એક NRI દંપતી પણ ગુમ થયાના અહેવાલ છે.
વડોદરાનું NRI દંપતી, જે હાલમાં ન્યૂઝીલેન્ડમાં રહે છે, નેપાળની યાત્રા દરમિયાન રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું છે. આ ઘટનાથી વડોદરા અને ન્યૂઝીલેન્ડ બંનેમાં તેમના પરિવારના સભ્યોમાં ચિંતાનો માહોલ છે.
ગુમ થયેલા દંપતીની ઓળખ મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ તરીકે થઈ છે. મૂળ વડોદરાના, આ દંપતી ન્યૂઝીલેન્ડમાં રહેતું હતુ. તેઓ મુંબઈની એક ટ્રાવેલ એજન્સી દ્વારા નેપાળ ગયા હતા. અહીં પહોંચ્યાંના થોડા સમય પછી, તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો.
આ દંપતી તેમના પરિવાર સાથે નિયમિત સંપર્કમાં હતું, પરંતુ તેમનો મોબાઇલ અચાનક બંધ થઈ જવાથી પરિવારની ચિંતા વધી ગઈ છે. કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે ગુજરાત અને કેન્દ્ર સરકારને તાત્કાલિક સહાય માટે અપીલ કરી છે. તેમણે વિદેશ મંત્રાલય અને નેપાળમાં ભારતીય દૂતાવાસને દંપતીની શોધ ઝડપી બનાવવા માટે નેપાળી વહીવટીતંત્ર સાથે સંકલન કરવા વિનંતી કરી છે. પરિવાર તેમના છેલ્લા સ્થાન, હોટેલ બુકિંગ અને ટૂર ગાઇડ અંગે ટ્રાવેલ એજન્સી પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યો છે
ઓડિશાનું એક દંપતી, જે નેપાળના પ્રવાસે ગયું હતું, તે પણ ગુમ થયું છે. ગુમ દંપતીની ઓળખ સંદીપ મહાપાત્રા અને સિદ્ધાર્થિ સાહુ તરીકે થઈ છે, બંને મૂળ ખુર્દાના રહેવાસી છે. તેઓ 2018 થી ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, અને નેપાળની યાત્રા માટે ગયા હતા. સંદીપ મહાપાત્રા અને સિદ્ધાર્થિ સાહુ કાઠમંડુની મુલાકાત માટે જઈ રહ્યાં હતા. તેઓ 22 ઓગસ્ટ, 2026 ના રોજ નેપાળ પહોંચ્યાં હતા. બાદમાં તેઓ ગુમ થઇ ગયા છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17