અમેરિકાઃ જ્યોર્જિયા રાજ્યમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ભારતીય મૂળના એક વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ કેસ ઘરેલુ વિવાદને કારણે બન્યો છે. આરોપી, જેની ઓળખ 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
શુક્રવારે રાત્રે 2:30 વાગ્યે બ્રુક આઇવી કોર્ટ વિસ્તારમાં ગોળીબારની આ ઘટના બની હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘરમાંથી ચાર લોકોને ગોળી વાગેલા હાલતમાં મળી આવ્યાં હતા. મૃતકોની ઓળખ વિજય કુમારની પત્ની મીમુ ડોગરા (ઉ.વ-43), ગૌરવ કુમાર (ઉ.વ-33), નિધિ ચંદર (ઉ.વ-37) અને હરીશ ચંદર (ઉ.વ-38) તરીકે થઈ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે ઘરમાં હાજર ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો.જેમાં વિજય કુમાર અને મીમુ ડોગરાનો 12 વર્ષનો બાળક પણ શામેલ હતો. તેમને હિંમત કરીને 911 પર ફોન કર્યો અને પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. આ કોલથી પોલીસ થોડીવારમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાળકોને કોઈ નુકસાન થયું નહીં અને બાદમાં તેમને પરિવારના સભ્યને સોંપી દેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યાં અનુસાર, વિજય કુમાર અને તેની પત્ની વચ્ચે શરૂઆતમાં એટલાન્ટા સ્થિત તેમના ઘરે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તે તેમના બાળક સાથે બ્રુક આઇવી કોર્ટ પરના એક ઘરમાં ગયા જ્યાં અન્ય સંબંધીઓ રહેતા હતા. અહીં જ વિવાદે હિંસક વળાંક લીધો અને ગોળીબાર કર્યો હતો.
ઘટના બાદ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ તેનું વાહન ડ્રાઇવ વેમાં પાર્ક કરેલું મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે K-9 યુનિટની મદદથી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
એટલાન્ટા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે. ભારતીય મિશને સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ આ કૌટુંબિક દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. પીડિતાના પરિવારને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તપાસ ચાલુ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49