વોશિંગ્ટન: પરિવારની સંમતિથી લગ્ન કરવા માટે ન્યુજર્સી ગયેલી 24 વર્ષીય ભારતીય યુવતી ગુમ થઈ ગઈ છે. ન્યૂયોર્ક પોસ્ટ અખબારના અહેવાલ મુજબ, તેનું નામ સિમરન છે, જે 20 જૂને ભારતથી અમેરિકા આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સર્વેલન્સ ફૂટેજમાં યુવતી તેના ફોનમાં જોઈ રહી હતી અને કોઈની રાહ જોઈ રહી હતી.
અહીં તેના કોઈ સંબંધી રહેતા નથી, સારૂં અંગ્રેજી પણ બોલી શકતી ન હતી
ન્યૂજર્સીની લિન્ડેનવોલ્ડ પોલીસને બુધવારે સિમરનના ગુમ થવાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, સિમરનને છેલ્લે ગ્રે સ્વેટપેન્ટ, સફેદ ટી-શર્ટ, કાળા ફ્લિપ ફ્લોપ અને નાના હીરાથી જડેલી કાનની બુટ્ટીમાં જોવા મળી હતી. સિમરન 5 ફૂટ 4 ઇંચ ઉંચી છે અને તેનું વજન લગભગ 68 કિલો છે. તેના કપાળની ડાબી બાજુ એક નાનો ડાઘ છે.
પોલીસે જણાવ્યું કે તેના કોઈ સંબંધી અમેરિકામાં રહેતા નથી અને તે સારું અંગ્રેજી બોલી શકતી નથી. તેનો આંતરરાષ્ટ્રીય સિમવાળો ફોન ફક્ત Wi-Fi દ્વારા જ કામ કરે છે.
શું આ અમેરિકા જવાનું બહાનું છે ?
પોલીસે કહ્યું કે વીડિયોમાં તે કોઈ મુશ્કેલીમાં હોય તેવું લાગતું નથી. તપાસકર્તાઓને કહેવામાં આવ્યું હતું કે તે તેના પરિવારની સંમતિથી લગ્ન માટે અહીં આવી હતી. એ પણ શક્ય છે કે તેને લગ્ન કરવાનો કોઈ ઇરાદો ન હોય અને તે ફક્ત અમેરિકામાં રહેવા આ બધુ કરી રહી હોય.
અગાઉ પણ ભારતીય મૂળની યુવતી ગુમ થઇ હતી
નોંધનીય છે કે ગત માર્ચમાં સુદીક્ષા કોનાંકી નામની એક ભારતીય વિદ્યાર્થીની ડોમિનિકન રિપબ્લિકમાં વેકેશન દરમિયાન ગુમ થઈ ગઈ હતી ત્યારે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે યુએસમાં અભ્યાસ કરતી હતી. જ્યારે તે 6 માર્ચે ગુમ થઈ ગઈ હતી, તે તેના મિત્ર સાથે પુન્ટા કાનામાં રજાઓ ગાળી રહી હતી. સુદીક્ષા છેલ્લે સવારે 4:15 વાગ્યે જોવા મળી હતી. ત્યાર બાદ તે ગુમ થઇ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24