આવું થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી
નવી દિલ્હીઃ થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં સોમવારે ટર્બ્યુલન્સની ઘટના બની હતી, જેના કારણે ઊંચાઈમાં થોડો ફેરફાર થયો હતો અને કેટલાક મુસાફરો તેમજ કેબિન ક્રૂને ઈજાઓ પહોંચી હતી. એરલાઇન્સે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
ફ્લાઇટ AI- 2379 ફૂકેટથી દિલ્હી આવતી વખતે બની હતી. પ્રાથમિક અહેવાલો મુજબ જણાવવામાં આવ્યું હતું કે એરક્રાફ્ટ અચાનક તેની ઉંચાઇથી લગભગ 300 ફૂટ નીચે પહોંચી ગયું હતુ, જે કદાચ ટર્બ્યુલન્સ અથવા અપડ્રાફ્ટ- ડાઉનડ્રાફ્ટના કારણે થયું હતું. ત્યાર બાદ દિલ્હી એરપોર્ટ ઓથોરિટીઝે ફ્લાઇટના લેન્ડિંગ પહેલાં જ મેડિકલ ટીમો તૈયાર કરી લીધી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં એરક્રાફ્ટના કેબિનના છતના પેનલ દેખાઈ રહ્યાં હતા, જેના પર ટર્બ્યુલન્સની ઘટના બાદ અથડાવાના નિશાન હતા. પ્રાથમિક માહિતી મુજબ, પાઇલટે જણાવ્યું કે ઉડાન દરમિયાન એરક્રાફ્ટ અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું. જેના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ લગભગ 10 મુસાફરો અને 4 કેબિન ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દિલ્હી એરપોર્ટના અધિકારીઓને એરક્રાફ્ટ હવામાં હતું ત્યારે જ એલર્ટ કરી દેવામાં આવ્યાં હતા, જેના કારણે ફ્લાઇટના આગમન પહેલાં મેડિકલ ટીમોને તૈયાર રાખવામાં આવી હતી. સુરક્ષિત લેન્ડિંગ પછી, તમામ મુસાફરો અને ક્રૂ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર નીચે ઉતરી ગયા હતા, અને જે લોકોને ઈજાઓ થઈ હતી તેમને તપાસ અને સારવાર માટે એરપોર્ટની મેડિકલ ફેસિલિટીમાં લઈ જવામાં આવ્યાં હતા
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24