Fri,19 April 2024,7:33 am
Print
header

પશુપાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકાર 10 હજાર ટન દૂધનો પાઉડર આયાત કરશે

પશુપાલકોની દુર્દશા થઇ શકે છે !

 

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

દેશનો ડેરી ઉદ્યોગ ખેડૂતોથી માંડીને સહકારી ક્ષેત્રમાં લાખો લોકોને ફાયદો કરાવે છે ત્યારે કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં વિવિધ આયોજન કરવા જોઇએ. પંરતુ કેન્દ્ર સરકારના અણધડ આયોજને ગુજરાત અને દેશના ડેરી ઉદ્યોગ અને ખેડૂતોની ચિંતા વધારી છે.તાજેતરમાં કેન્દ્ર સરકારે એક નોટીફીકેશન બહાર પાડ્યુ છે. જેમાં વિદેશમાંથી 15 ટકા ડયૂટી સાથે દૂધના પાવડરનો 10 હજાર ટન જથ્થો મંગાવવાનું નક્કી કર્યુ છે. જેના ડેરી ઉદ્યોગોમાં ઘેરા પ્રત્યાઘાત પડયાં છે. સૌથી મોટી ડેરી અમુલના એમડી આર.એસ સોઢીએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણની સ્થિતિમાં લોકડાઉન સમયે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે અમુલ દ્વારા ખેડૂતો પાસેથી પુરતા પ્રમાણમાં દૂધનો જથ્થો ખરીદી કર્યો હતો અને તેનો પાવડર તૈયાર કરાયો હતો. જેની સામે હવે કેન્દ્ર સરકાર બહારથી પાઉડર મંગાવી રહી છે.

હાલ અમુલ પાસે અંદાજે 80 હજાર ટન દૂધનો પાવડર છે અને દેશમાં વિવિધ સહકારી સંઘ સાથે કુલ સવા લાખ ટન જેટલો દૂધનો પાવડર છે. તેવામાં સરકારને વિદેશમાંથી પાવડર મંગાવવાની શું જરૂર હતી ? બીજો પ્રશ્ન એ પણ છે કે વિદેશમાંથી ખરીદવામાં આવતા દૂધના પાવડરનો ભાવ 15 ટકા ટેક્ષ સાથે કિલોનાં રુપિયા 200 છે. જ્યારે ભારતમાં દૂધના પાવડરનો ભાવ રુપિયા 270ની આસપાસ છે. જેથી અમુલે પણ ભાવ ઘટાડવા પડશે, પરિણામે અમુલને પ્રતિ કિલો રુપિયા 100નું નુકસાન થશે.  ત્યારે સોઢીએ ઉમેર્યું હતુ કે વર્ષો પહેલા દેશમાંથી મિલ્ક પાવડર આયાત કરવાની પર કિલોએ રુપિયા 50નું ઇન્સેન્ટીવ મળતુ હતુ. જે સ્કીમ ફરીથી શરુ કરવા માટે અમુલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.એક રીતે સરકારના આ નિર્ણયથી પશુપાલકોની હાલત કફોડી બની શકે છે, જો આમ જ ચાલતુ રહેશે તો દૂધના ભાવમાં પણ ઘટાડો થઇ શકે છે.નોંધનિય છે કે પહેલા પણ દૂધની બનાવટોની આયાતનો ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ કર્યો હતો. અને હવે સરકારના આ નિર્ણયનો મોટો વિરોધ થશે તે નક્કિ છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch